પરીક્ષાના યોદ્ધા

       તારીખ ૭/૧૨/૨૦૨૩ ને ગુરૂવારના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબના માર્ગદર્શન હેઠળ એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું. આ સેમિનાર યોદ્ધા ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજિત કરવામાં આવેલ હતું જેમના મુખ્ય વક્તા શ્રી રાહુલભાઈ ભુવા સાહેબ કે જેમણે IIT  દિલ્હી તરફથી એવોર્ડ મેળવેલ છે તેમજ ‘પરીક્ષામાં સફળતા’ અંગેનું પોતાનું પુસ્તક પ્રકાશિત કરેલ છે.

      આ સેમિનારમાં બાળકોને બોર્ડની પરીક્ષામાં તૈયાર કરવા માટે પૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મનની શક્તિ, વ્યક્તિની બોડી લેંગ્વેજ, આત્મવિશ્વાસ, પોઝિટિવ થીંકીંગ, ગમ્મત સાથે જ્ઞાન, વાંચન પદ્ધતિ, નિષ્ફળતા, હરીફાઈ, શીખવાની પદ્ધતિ, પુનરાવર્તન વગેરે અનેક બાબતો પર ચર્ચા કરી.

       વિદ્યાર્થીઓમાં રહેલ પરીક્ષાનો ડર દૂર કરી પરીક્ષા સફળતાપૂર્વક કેમ પાસ કરવી તે અંગેનું ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સાથે એક બુકલેટ પણ આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ મોબાઇલના દૂષણથી કેટલા ઘેરાયેલા છે તે જાણી શકે અને બચવાના ઉપાય કરી શકે. તેમજ બોર્ડની પરીક્ષાના બાકી રહેલા દિવસોનું સુયોગ્ય રીતે આયોજન કરી શકે તે માટેનાં આયોજન અંગેનું કાર્ડ આપવામાં આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *