“પિતાનું પ્રેમસ્નેહ – અદ્રશ્ય પરંતુ અતૂટ”

મારા સાહસ મારી ઇજ્જત મારું સન્માન છે પિતા,

મારી તાકાત મારી પૂંજી મારી ઓળખાણ છે પિતા ……..”

            ફાધર્સ ડે એટલે પિતાના પ્રેમ અને ત્યાગનો ઉત્સવ.

            દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાતો ફાધર્સ ડે એ માત્ર એક દિવસ નથી, પણ એ દિવસ છે પિતાને ખાસ લાગણી અને સન્માન આપવા માટે, જેમ માતાનું સ્થાન અનન્ય છે, તેમ પિતાનું સ્થાન પણ જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ છે. પિતા પરિવારના સ્તંભ છે – એક એવા વટવૃક્ષ જે છાંયામાં બાળકો સુરક્ષિત અને સંસ્કાર સભર બની ખીલી ઉઠે છે.

બાળપણમાં પિતા બાળક માટે એક નાયક હોય છે – જેમણે સાયકલ શીખવાડવી હોય, સ્કૂલમાં પહેલીવાર લઈ જવાનું હોય, કે પછી ગુમ થયેલી ખિલૌનાઓ શોધીને લાવવાની જવાબદારી હોય. જેવો બાળક મોટો થતો જાય છે, પિતાની ભૂમિકા પણ બદલાતી જાય છે. તે મિત્ર, માર્ગદર્શક અને જીવનના મહાન શિક્ષક બની જાય છે.

ફાધર્સ ડે એ તક છે જ્યારે આપણે પિતાને આપણા માટે કરેલા ત્યાગો, પરિશ્રમ અને પ્રેમ માટે દિલથી આભાર વ્યક્ત કરી શકીએ. ઘણી વખત પિતાનું પ્રેમ મૌન હોય છે, પણ તેનો પડછાયાની જેમ સાથ રહેતો છે. પિતાનું જીવન બાળકોના ભવિષ્ય માટે અત્યંત મહત્વનું છે. – તેઓ પોતાનું આરામ, શોખ અને સમય ત્યાગીને માત્ર પરિવાર માટે જીવે છે.

આ દિવસ પર આપણે પિતાને appreciation card આપી શકાય, તેમને માટે મનપસંદ ભોજન બનાવી શકીએ, કે પછી થોડો સમય ફક્ત એમના માટે કાઢી શકીએ. પણ સૌથી વધુ મહત્વનું છે – પિતાને કહેવું કે આપણે એમને કેટલા પ્રેમ કરીએ છીએ. તે માટે ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં ધોરણ ૧ અને ૨ ના નાના – નાના ભૂલકાઓના પિતાને આમંત્રણ આપી તેમનું સ્વાગત કરી  રમત  રમાડવામાં આવી.

 

     તેમજ ધોરણ : ૩ થી ૮ ના વિદ્યાર્થી ઓએ પણ પિતા માટે જાતે મનપસંદ કાર્ડ ઘણાં ઉત્સાહ સાથે બનાવ્યા.

અંતે, ફાધર્સ ડે એ એક સ્મરણ છે કે પિતા હંમેશા પાસે રહેવા જેવી વ્યક્તિ છે – દુર હોવા છતાં પણ હૃદયમાં જવા જેવી લાગણી છે. તો આવો, આ ફાધર્સ ડે પિતાને આભાર વ્યક્ત કરીએ અને જીવનમાં એમનું મહત્વ ઉજવીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *