જિંદગીમાં જ્ઞાન પ્રગટાવે છે પુસ્તક,
સાથ જીવનને મહેકાવે છે પુસ્તક.
આધુનિક સમયમાં આજે માણસ સતત દોડતો રહેલો છે. તેમની પાસે સમયનો અભાવ છે. ઘણા લોકો તો કહે છે ભાઈ મરવાનો પણ સમય નથી તેવા યુગમાં પુસ્તકો જોડે મૈત્રી કરવી કઠીન છે. ‘સંગ તેવો રંગ‘ એ કહેવત પ્રમાણે આજનો માનવી પુસ્તકોની બાબતમાં પણ પડે તો પુસ્તકો તેના સાચા મિત્ર બની તેને યોગ્ય દિશા આપી છે.
સારા મિત્રોની જેમ સારું પુસ્તક માનવીને સુખ-દુ:ખમાં સાથ, સહકાર, સહારો અને આશ્વાસન આપે છે. માણસના જીવનમાં પુસ્તકો સાથેના નિકટપણાથી ઘણું પરિવર્તન આવે. પુસ્તકો માણસના જીવનમાં અસહ દુઃખને હળવું બનાવે છે.
“કસરતથી જે લાભ શરીરને મળે છે તે જ લાભ પુસ્તકના વાંચનથી મગજને મળે છે. “
પુસ્તકને ખોલો છો તેની સાથે જ ખુલવા લાગે છે તમારું હૃદય. બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં તમે તેમને અરીસાની જેમ જોઈ શકો છો.
જયારે શ્રધ્ધા ડગી જાય, મન થાકી જાય, હૈયું હારી જાય ત્યારે નિજીૅવ લાગતાં પુસ્તકના પાનાઓ તમારામાં પ્રાણ પૂરે છે. પુસ્તક દીવાદાંડી છે. પુસ્તક બહાર અને ભીતર જોડતો સેતુ છે. પુસ્તક વિના નો માણસ ફરી પાછો કોઈ આરંભકાળનો આદિવાસી બની જાય તે પહેલાં ચલો પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.
અમારી શાળા ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં તા-08-08-2025 ને શુક્રવારના રોજ “પુસ્તક સમીક્ષા” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ભાષા શિક્ષકો દ્વારા વિધ્યાર્થીઓને તૈયારી કરવવામાં આવી હતી. જેમાં ધોરણ- 3 થી 8 ના વિધ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.
જેમાં વિધ્યાર્થીઓએ રાઈનો પવૅત,અંતરમાં અજવાળું,હરિચંદ્ર, અમૃતનો ઓડકાર, સૌરાષ્ટ્રની રસધાર, મોતીચારો,કંકાવટી, તોતોચાન, દિવાસ્વપ્ન, મરો ત્યાં સુધી જીવો વગેરે જેવા પુસ્તકો વિશે સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં નિણાૅયકશ્રીઓ દ્વારા ધોરણ- 3 થી 5 અને 6 થી 8 ના વિધ્યાર્થીઓનું પરિણામ ઘોષિત કરવામાં આવ્યું. તેમજ શાળાના આચાર્યોશ્રી દ્વારા પુસ્તક વાંચન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
પુસ્તક અંધકારમાં દીવો લઇને ઊભું હોય છે અજવાળું પાથરવા. અને જીવનમાં જયારે ભુલા પડો છો ત્યારે તેના વાકયો અને પંક્તિઓ તમને રસ્તો બતાવે છે.
” પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે. “