શિક્ષણનું પવિત્ર મંદિર એટલે શાળા. અને શાળાના મૂળસ્તંભ એટલે તેના સ્થાપક. તેમને યાદ કરીને તેમના સપનાને જીવંત રાખવાનો એક મોકો છે. આપણા શાળામાં દર વર્ષે શાળાના સ્થાપકશ્રીની પુણ્યતિથી નિમિત્તે ભક્તિમય “ભજન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવે છે, જે પ્રેમ, શ્રદ્ધા અને સંસ્કારોથી પરિપૂર્ણ હોય છે.
તારીખ ૧૨/૦૭/૨૦૨૫, શુક્રવારનાં રોજ પૂજ્ય હરીબાપાની પુણ્યતિથિ નિમિતે શાળામાં ભજન ગીતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ભજન કાર્યક્રમ માં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને આ સુંદર અવસરને નિહાળવા માટે વિદ્યાર્થીઓના દાદા-દાદીને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમજ ગજેરા વિદ્યાભવનના તમામ વિભાગના આચાર્યશ્રીઓ અને ઉપાચાર્યશ્રીઓ એ પણ ભજન કાર્યક્રમને નિહાળ્યો હતો.
ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઈપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભડે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભડે તો ગીત ભજન બની જાય.
ભજન એ ભારતીય સાંસ્કૃતિક પરંપરાનો એક અભિન્ન ભાગ છે જે ભગવાનના સ્તુતિગાન માટે ગવાતી ભક્તિમય કાવ્ય રચનાઓ છે અહીં ભજન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ભજન એ સંસ્કૃત શબ્દ “ભજ”પરથી ઉદભવ્યો છે જેનો અર્થ થાય છે “પૂજા કરવી”અથવા “ભક્તિ કરવી”ભજન સામાન્ય રીતે ભગવાન, ગુરુ, સંતો કે આદરણીય આત્માઓ પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા દર્શાવતું ગીત હોય છે.
આમ, ભજન એ ભારતની ભાતીગળ સંસ્કૃતિમાં ભળી ગયેલ એક અમૂલ્ય વારસો છે જે આપણી સંસ્કૃતિને વિશ્વ કક્ષાએ એક નવી ઓળખ આપે છે