બાળકને કોળીયો સોનાનો આપો, પણ નજર બાજની રાખો. . . .
બાળક એ ભગવાનના આપેલ આશીર્વાદ છે .બાળકોએ આવતીકાલના નાગરિક છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે.
બાળકોના બાળ વિકાસને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં આજરોજ પેરેન્ટિંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આપણા એકેડેમિક હેડ મિતેશભાઇ પટેલ, શાળાના કોર્ડીનેટર જયેશભાઈ પટેલ શાળાના આચાર્યા શ્રી છાયાબેન ઉપાચાર્ય રીટાબેન તથા વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા. પેન્ટિંગ સેમીનારનું મુખ્ય હેતુ “Learn for your child “હતો જેના પર શાળાના કોર્ડીનેટર જયેશભાઈ પટેલે શબ્દો વ્યક્ત કરીએ સેમિનાર લીધો. જેમાં કહ્યું કે બાળકોને પહેલેથી જ સારી બાબતો શીખવવી અને બાળકો સાથે હંમેશા પોઝિટિવ વાતો જ કરવી.
“બાળકોને ડરપોક નહીં પણ નીડર બનાવો.”
બાળકો જન્મથી જ હોશિયાર હોય છે બાળક છ વર્ષની
ઉંમર સુધીમાં 90% વસ્તુ શીખી જતા હોય છે. નવી પેઢી આવે છે. તે પાવર સાથે આવે છે.
તો તેની સાચી દિશા બતાવવાની જવાબદારી માતા પિતાની હોય છે.
બાળકોને પૂરેપૂરી સ્વતંત્રતા, શિસ્ત અને આજ્ઞાપાલક કરતા શીખવવું જોઈએ.બાળકના ઘરનું
વાતાવરણ પોઝિટિવ રાખવું જોઈએ. અને ઘરનું વાતાવરણ બાળકને અનુકૂળ આવે તેવું બનાવવાની
જવાબદારી એક માતા પિતાની છે. સમયની સાથે સાથે બાળકોને ફ્રીડમ આપવી જોઈએ જેથી બાળક
અને માતા-પિતા બંને વચ્ચે લાગેલા સંબંધો બંધાય.
જીવનમાં બેલેન્સ ખોવાઈ જાય તો બાળક
માર્ગમાંથી ભટકી જાય છે અને આત્મવિશ્વાસ રહેતો નથી.
Connection.. Correction.. Connection
અમુક બાળકો સીધા જ દેખાય આવે છે જેમ કે
ગુસ્સો, ધમાલ મસ્તી ,જૂઠું બોલવું, સંતાઈ જવું જેવા લક્ષણો ધરાવતા હોય છે જેને આપણે માતા
પિતા તરીકે સાચી દિશા બતાવી જોઈએ.
બાળકો ઉદાસીન, મૂંઝાયેલું હોય કોઈપણ
વસ્તુમાં રુચિ ન હોય આત્મવિશ્વાસનો અભાવ હોય તેવા બાળકો આપણને સરળતાથી ઓળખતા નથી
તો બાળકો સાથે બેસીને વાતો
કરવાથી બાળકમાં રહેલો ડર નીકળી જાય છે બાળક નીડર
બને છે અને માતા પિતા સાથેલાગણીથી જોડાય છે.
બાળકને પ્રેમ ,વિશ્વાસ, આદર, સમય, સ્પેસ અને સપોર્ટ આપવો. વકતા શ્રી જયેશભાઈએ માખી અને મધમાખી ના ઉદાહરણ દ્વારા બાળકોની કેવી રીતે સારા માર્ગે લઈ જવા તે સરસ દ્રષ્ટાંત આપી માતા-પિતા તરીકેની આ યાત્રાના સાથી બની સાચી દિશા બતાવી.
“દરેક બાળક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, આપણી ઈચ્છાઓ એના પર થોપો નહીં. . .”
બાળકોને પોતાના કરિયરને ચોઇસ કરવા દો અને તેઓને આત્મવિશ્વાસ આપો. બાળકને પ્રતિદિન પ્રોત્સાહન આપવું જેથી બાળક અકલ્પનીય વિકાસ કરે.
“બાળકને શીખતા શીખવો,
માત્ર માર્કસની લાલચમાં ના રહો,
સર્વાંગી વિકાસ પર ધ્યાન આપો.”