ભારતીય નૌસેના દિવસ – 2023

न झुकने दिया तिरंगे को,

न युद्ध कभी ये  हारे हैं।

भारत माता तेरे वीरों ने

दुश्मन चुन चुन कर मारे हैं।

नौसेना दिवस की शुभकामनाएं

 

દેશની સેનાએ ભારતનું ગૌરવ છે.  ભારતમાં અત્યાર સુધી થયેલા બહારી હુમલાઓ જમીની માર્ગે કરવામાં આવ્યા છે તેનું કારણ ભારતીય નૌકાદળ દળ છે, જેની સામે દુશ્મનો જળમાર્ગમાં ટકી શકતા નથી. ભારતની દરિયાઈ સીમા ઘણી વિશાળ છે. આ વિશાળ જળ વિસ્તારની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ પોતાનું કામ કરે છે. નૌકાદળના આ મહત્વ અને સિદ્ધિઓને સલામ કરવા માટે, ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનું ઐતિહાસિક મહત્વ પણ છે.

 

નૌસેના દિવસ આ દિવસે નૌસેનાના જાંબાજોને યાદ કરવામાં આવે છે. નેવી ડે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાની જીતના જશ્ન તરીકે મનાવવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા 3જી ડિસેમ્બરે આપણાં હવાઈ ક્ષેત્ર અને સરહદી વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ હુમલાએ 1971ના યુદ્ધની શરૂઆત કરી હતી. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન ટ્રાઈડેંટ ચલાવવામાં આવ્યું.

 ‘ઓપરેશન ટ્રાઈડેંટહેઠળ 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌસેનાએ પાકિસ્તાના કરાંચી નૌસૈનિક હેડક્વાર્ટર પર એટેક કર્યો હતો. આ ઓપરેશનની સફળતાને ધ્યાનમાં રાખીને 4 ડિસેમ્બરે દર વર્ષે નૌસેના દિવસ મનાવવામાં આવે છે.ભારતીય નૌકાદળની સફળતાની ઉજવણી કરવા માટે, દેશભરમાં ભારતીય નૌકાદળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકો એકબીજાને ભારતીય નૌકાદળ દિવસની શુભકામનાઓ આપે છે, જે નૌકાદળના સન્માનની નિશાની છે અને યુદ્ધમાં કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ અંગે જાગૃતિ ફેલાવે છે. નૌકાદળ વિશે જાણે અને તેમાં જવા માટે પ્રેરાય એ હેતુથી અમારી શાળામાં બાળકો દ્વારા PPT પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *