અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે
જે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.
આ જ પંક્તિ ડો. આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. તે અનન્ય કોટિના નેતા હતા, જેમણે પોતાનું આખુ જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધુ. ખાસ કરીને ભારતના 80 ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડો. આમ્બેડકરના જીવનનો મૂલ મંત્ર હતો.
14 એપ્રિલ 1891માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો,ભીમરાવ આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો. સંજોગવશ ભીમરાવ સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા. તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો વાદળની જેમ ભીમને માટે માઁનો પાલવની છાયા બની ગયા બાબા સાહેબે કહ્યુ – વર્ગહીન સમાજ રચતા પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે. સમાજવાદ વગર દલિત-મહેનતી માણસોની આર્થિક મુક્તિ શક્ય નથી.
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે શિષ્યવૃત્તિ આપીને 1913માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલી દીધા અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થ નીતિનો ઉંડો અભ્યાસ બાબા સાહેબે કર્યો હતો. ત્યાં ભારતીય સમાજનો અભિશાપ અને જન્મસૂત્રથી મળતી અસ્પૃશ્યતા નહોતી. તેથી તેમને અમેરિકામાં એક નવી દુનિયાના દર્શન થયા. ડો, આમ્બેડકરે અમેરિકામાં એક સેમિનારમાં ‘ભારતીય જાતિ વિભાજન’ પર પોતાનો પ્રખ્યાત શોધ-પત્ર વાચ્યો, જેમાં તેમના વ્યક્ત્તિત્વની ચારેબાજુ પ્રશંસા થઈ.
ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.
બાબાસાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા. તેમના મતે કોઇપણ સમાજના ઉત્થાન અને પતનની પરાશીશી તેસમાજના નારીના ઉત્થાનથી નક્કી કરી શકાય છે. માટે જ તેમણે ભારતીય સમાજ વ્યવસ્થામાંસ્ત્રીઓની જે પશુવત દશા જોઇ, અનુભવી તેનાથી દ્રવિત થઇ તેમની મુકિત માટે આજીવન લડત ચલાવતા રહ્યા. એટલું જ નહિ બંધારણીય કાયદાઓ દ્વારા પણસ્ત્રીઓને રક્ષણ આપી સ્ત્રીઓની મુકિત માટે સમાનતા અને સ્વતંત્રતા માટે હિન્દુ કોડ બિલની રચના કરી. ભારતમાં મહિલા મુકિતના મશાલચી મહાત્મા જયોતિરાવ ફૂલેના અનુયાયી એવા ડો. આંબેડકર પણ નારી મુકિતના પ્રખર હિમાયતી બની રહ્યા હતાં.
ડો. આંબેડકર એક નાયક, વિદ્વાન, દાર્શનિક, વૈજ્ઞાનિક, સમાજસેવી અને ધૈર્યવાન વ્યક્તિત્વના માલિક હતા. તેમની અદ્વિતીય પ્રતિભા અનુકરણીય છે.