ઉત્તરાયણ એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણ ના દિવસે સુરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ઉતરાયણ ના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણનો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે.
ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં ૧૩:૧૨ કલાકની અને દિવસ ૧૦:૪૮ કલાકનો હોય છે. જ્યારે ૨૧ જુને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત. વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને ૨૧ જૂને સૌથી લાંબો દિવસ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે. ૨૨ ડિસેમ્બરથી ૨૧ જૂન સૂધી દિવસ મોટો થતો જશે. જે ૨૧ જૂને દિવસ સૌથી મોટો હસે અને રાત સોથી નાની. આ દિવસને દક્ષિણાયન કહે છે.
મકર સંક્રાંતિ ઉત્તરાયણથી અલગ હોય છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે.
ઉત્તરાયણનું ધાર્મીક મહત્વ:મકર સંક્રાંતિનો (Religious Significance of Uttarayana) દિવસ જુનુ ત્યજીને નવું અપનાવાનો છે.ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે.આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ દાન કરાય છે..નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.
ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ:આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. (Why are kites flying in Uttarayan) ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હતી.પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો.ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવવામા આવતો હતો.પતંગની શોધ કટોકટી, યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતું હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બન્યું છે.
પતંગ શબ્દ ક્યાંથી આવ્યો:ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે.આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે.આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારુ હોવાથી લોકો આખોદિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે.
14 જાન્યુઆરી ‘ઉતરાયણ’ વિશે અને જીવોને બચાવવા માટેની જાણકારી આપતો વિડીયો બતાવી વિદ્યાર્થીઓમાં જીવ દયા માટે જાણકારી મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને વિવિધ પક્ષીઓને કયા સમયે આકાશમાં વધારે ઉડતા હોય તેને જાણકારી આપવામાં આવી. ખાસ કરીને સવાર અને સાંજના સમયે આકાશમાં પક્ષીઓની વધારે અસર હોય છે તો આ સમયે પતંગ ન ઉડાડવી આવા પક્ષીઓને બચાવી શકાય છે આ ઉપરાંત ચાઇના નો દોર ન વાપરવા માટેની માહિતી આપી કે જેમાં પક્ષીઓ સાથે રસ્તે જતા લોકો માટે પણ આ દોર ઘાતક બની શકે છે તેની જાણકારી આપવામાં આવી અને આ દોર ન વાપરવો તે સૂચના આપવામાં આવી.
આમ, અમે શાળામાં બાળકોને ઉતરાયણમાં સાવચેતી રાખવાની સમજ આપી.