“ના જરુરત ઉસે પૂજા ઔર પાઠ કી, જિસને સેવા કી અપને માં-બાપ કી. “
ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે તા.14 ફેબ્રુઆરી 2024 ના રોજ માતૃપિતૃ વંદના દિવસ નિમીત્તે વિદ્યાર્થીઓ દ્વારા માતા – પિતાની પૂજા કરવામાં આવી હતી.જેમાં બાળકોને આજે ભારતનાં યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ કરી ૧૪-ફેબ્રુઆરીને વેલેન્ટાઇનનાં નામે ઉજવે છે.ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા માતાપિતાનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તિલક, ચરણ-પૂજન અને પ્રદક્ષિણા કરી માતૃ પિતૃ વંદના કરવામાં આવી હતી.
માતૃપિતૃ પૂજન દરમ્યાન જ્યારે બાળકોએ પ્રદક્ષિણા કરી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ માગ્યા ત્યારે માતાપિતા ભાવુક થઈ અશ્રુભીની આંખે બાળકોને ભેટી પડ્યા હતા. આ દ્રશ્યથી સમગ્ર વાતાવરણ ભાવવિભોર થઈ ગયું હતું. ગણેશ ભગવાન દ્વારા માતા-પિતાની પ્રદક્ષિણા દ્વારા પૂરા બ્રહ્માંડની યાત્રા કરી, જેના આશીર્વાદ સ્વરૂપે આજે ગણેશજીની દરેક ધાર્મિક-વિધિમાં સર્વપ્રથમ પૂજાય છે. આમ માતાપિતાનાં આશીર્વાદમાં વિશેષ શક્તિ રહેલી છે. જેની પ્રેરણા સ્વરૂપે આજના દિવસે વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી કે હવે દરરોજ માતા-પિતાનાં આશીર્વાદ લઈ ઘરનો ઉંબરો ઓળંગીશું.
“મા બાપ કા દિલ જીત લો કામયાબ હો જાઓગે, વરના સારી દુનિયા જીત કર ભી હાર જાઓગે.”
આપણી સંસ્કૃતિમાં માતા-પિતા બંન્નેનું સરખું મહત્ત્વ છે. માતા-પિતા એ બાળકો માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. બાળકોના ઉછેરમાં માતા -પિતાની મહત્વની ભૂમિકા છે. સંતાનના જન્મથી લઈ બાળકો પોતાના પગભરના થાય ત્યાં સુધી અનેક નાની મોટી બાબતોનું ધ્યાન રાખતા હોય છે. તો વિદ્યાર્થીઓ માતા પિતાનું મહત્વ સમજે તે હેતુથી શાળામાં માતૃ પિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં વિદ્યાર્થીઓએ અને તેમના માતા-પિતાએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
“नादान है वे लोग जो मां-बाप का अपमान करते हैं
मां-बाप तो वो रत्न हैं जिन्हें भगवान भी प्रणाम करते हैं..!”