શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ હંમેશા બાળકોનો સર્વાંગી વિકાસ માટે ભારતીય સંસ્કૃતિના દરેક વાર – ત્યોહારની ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ અને ચારિત્ર્યનું નિર્માણ કરે છે. આ ઉપક્રમે તારીખ 14/02/2024 ને વસંત પંચમીના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત 70 જેટલા વિદ્યાર્થીઓના વાલી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આજનો દિવસ એટલે કોઈનાં માટે વેલેન્ટાઇન ડે (valentine day), કોઈ નાં માટે બલિદાન દિવસ પરંતુ ખરા અર્થમાં ભારતની ઋષિ પરંપરા મુજબ માતૃ-પિતૃ પૂજન દિવસ (Matru pitru Pujan Divas) ગણવામાં આવે છે. ત્યારે વેલેન્ટાઇન ડે નાં દિવસે લોકો પોતાના પ્રેમને શોધતા હોય છે. ત્યારે ખરેખર નિસ્વાર્થ પ્રેમ (selfless love) ની મૂર્તિ એવા માં બાપ જ આ જમાનામાં ખરો પ્રેમ કરી શકે છે. આથી જ તો કેહવાયું છે કે ”ભૂલો ભલે બીજું બધું માં-બાપને ભૂલશો નહી.”
માતા સરસ્વતીની પૂજાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રીતે બ્રાહ્મણ દ્વારા વિધિવત માતા અને પિતા બંનેનું પૂજન તેમજ આરતી વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યું હતું. શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા હતા. એ જ રીતે વાલી મિત્રોને પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી વાતાવરણ ઊભું કરી મિત્રભાવે સહાયક થવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
માતા અને પિતા બંનેનું જીવનમાં મહત્વ સમજાવતો ઓડિયો વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવ્યા હતો. કાર્યક્રમને અંતે વાલીશ્રીઓએ આ કાર્યક્રમ અંગેના પોતાના હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.