અમારી શાળા શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળાઉત્રાણમાં તારીખ : 12/૦૨/2026ના રોજ એક પાવન અને પ્રેરણાદાયી માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માતા-પિતાના પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારભાવ વિકસાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી થઈ. શાળાના પ્રિન્સિપાલશ્રી તેમજ આમંત્રિત મહાનુભાવો દ્વારા દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ શ્રી યોગ વેદાંત સેવા સેવા સમિતિ, સુરતના સભ્યશ્રી જીગ્નેશભાઈ અને વિપુલભાઈએ શાસ્ત્રોક પરંપરા મૂજબ પૌરાણિક સંસ્કૃત શ્લોકના ગણ સાથે શાળાના વિદ્યાર્થીઓ પાસે પોતાના માતા પિતાનું પૂજન કરાવવામાં આવ્યું હતું. આ સમયે શાળાનું વાતાવરણ ભાવવિભોર બની ગયું.
આચાર્યશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે માતા-પિતા આપણા જીવનના પ્રથમ ગુરુ છે. તેઓના ત્યાગ અને પરિશ્રમને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા માતા-પિતાનો આદર રાખવા અને તેમના સપનાઓ સાકાર કરવા પ્રેરણા આપી.
કાર્યક્રમનો મુખ્ય ભાગ માતૃ-પિતૃ પૂજન વિધિ હતો. વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને તિલક કરી, ફૂલમાળા પહેરાવી અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના ભાવ વ્યક્ત કરતાં પોતાના વિચારો રજૂ કર્યા. જેમાં તેમણે માતા-પિતાની મહેનત અને પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો. અનેક માતા-પિતાની આંખોમાં આનંદના આંસુ જોવા મળ્યા.
અંતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને માતા-પિતાનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમ પૂર્ણ થયો. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર, આદર અને કૃતજ્ઞતાની ભાવના વધુ મજબૂત બની અને સૌના હૃદયમાં અવિસ્મરણીય યાદો છોડી ગયો.