આજરોજ તા. ૧૨/૦૪/૨૦૨૪ ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે એક સુંદર મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેમાં શાળાના ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને અતિથિ વિશેષ તરીકે શ્રી જ્યોતીરભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. કે જેઓ માલીબા યુનિવર્સિટીમાં છેલ્લા ૫ વર્ષથી કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમજ શિક્ષણ જગતમાં છેલ્લા ૩૪ વર્ષથી તેઓનું યોગદાન મહત્વનું રહ્યું છે, તેઓએ રાજ્ય સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ પણ પ્રાપ્ત કરેલો છે, તેમજ શાળાના આચાર્ય શ્રી છાયાબેન ભાઠાવાલા, ઉપાચાર્ય શ્રી વિજયભાઈ ચૌહાણ અને શાળાના શિક્ષકોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા જાળવી હતી.
મોટીવેશન કાર્યક્રમ અંતર્ગત જ્યોતિરભાઈ પંડ્યા દ્વારા વર્તમાન શૈક્ષણિક પ્રવાહો વિશે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને શિસ્ત અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી, વિદ્યાર્થીઓને શાળાના પ્રથમ દિવસે જ પ્રોત્સાહિત કરી અને કાર્યક્રમને યોગ્ય દિશા આપવામાં આવી હતી. શાળા જીવન દરમિયાન વિદ્યાર્થીઓના અનુભવો અને પરિણામની અપેક્ષા વિશે પણ વિદ્યાર્થીઓ સાથે વક્તા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.
શિક્ષણને લગતા વિદ્યાર્થીઓના કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનું પણ પ્રશ્નોત્તરી દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું સાથે સાથે શિક્ષકોએ પણ શિક્ષણ પદ્ધતિઓ માટેની પોતાની મૂંઝવણો વિશે વક્તા શ્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી જેથી શિક્ષકોની શિક્ષણ પદ્ધતિ અને કાર્યશૈલીમાં પરિવર્તન લાવવાના સુંદર પ્રયત્નો કરવામાં આવ્યા હતા.