રમોત્સવ – ૨૦૨૫

મોબાઇલમાં નહીં મેદાનની રમતો તમારું ભાગ્ય બનાવશે……

આંગણાની રમતોથી અકલ્પનીય આનંદ સાથે આરોગ્ય પણ સચવાશે”

 

આદિકાળથી આપણે ત્યાં જીવનક્રમને જોડતી અનેકવિધ રમતો રમાતી હતી,જેના અનેક પ્રમાણ આપણા પુરાણોમાં જોવા મળે છે. મનુષ્યના જીવન વિકાસમાં રમતનું મહત્વપૂર્ણ યોગદાન છે . બાળકોને આનંદ આપતી રમતો એ માત્ર મનોરંજન કે વ્યાયામ માટે જ નહીં, પણ માનવ જીવનને સમગ્ર પણે શ્રેષ્ઠ બનાવવાની એક ઉપયોગી અને જરૂરી પ્રવૃત્તિ છે, એટલે જ નિત્ય રમતો રમવાનો અને રમાડવાનો સ્વભાવ બનાવવો જોઈએ.

દ્રષ્ટિ કેળવવી એ તોબધા માટે ગમ્મતની સાથે જ્ઞાન,શક્તિ અને જીવનમાં સદગુણોનું ઉદગમ સ્થાન બની શકે.  ગાવું,દોડવું,કુદવું, અભિનય કરવો…એ ક્રિયાઓ પણ રમતનો જ ભાગ છે. રમત ભલે ઘર,શેરી,મેદાન કે શાળામાં રમાતી હોય,પણ અંતે તો રમત એ રમનારમાં શક્તિ,સદગુણ અને કૌશલ્યોની ખીલવણી કરતો બહુહેતુક, બહુઆયામી કાર્યક્રમ છે.

રમત એ બાલ્યવસ્થાથી વૃદ્ધાવસ્થા સુધી અનેરો આનંદ આપવા સાથે વ્યક્તિનું શારીરિક,માનસિક, સાંવેગિક, સામાજિક અને માનવીય ગુણોથી ભરેલા આત્મિક વિકાસ માટેનું સહજ જોડાણ છે.

 

સ્વામી વિવેકાનંદ કહેતા હતા કેમેદાનમાં ફૂટબોલની રમત રમ્યા પછી ગીતાજ્ઞાન સરળતાથી સમજી શકાય છે. ગમ્મત સાથે જ્ઞાન આપતી રમતો એ કેળવણી કાર્ડની દ્રષ્ટિએ શિક્ષણનો જ એક ભાગ છે.રમત ગમત બાળકોમાં એકાગ્રતા અને ગ્રહણ શક્તિ કેળવાય છે. મારે રમત ગમત નું જીવનમાં અને શિક્ષણમાં મહત્વ ખૂબ જ વધી જાય છે.

   તો આજ બધી બાબતોને અનુસરીને, આજરોજ ગજેરા વિદ્યાભવનમાં પણ ધોરણ:૧ અને ૨ ના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ એ મશાલ રેલી દ્વારા શિસ્ત અને ટીમ વર્ક પ્રદર્શિત કર્યું હતું. તેમજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણના આચાર્યશ્રીઓ અને સ્પોર્ટ્સ કોચ દ્વારા મશાલ પ્રગટાવીને ખેલ દિલીની  ભાવના પ્રજ્વલિત કરી હતી. સ્પોર્ટસ ડે ની શરૂઆતમાં બાળકોએ ખૂબ સુંદર વેલકમ ડાન્સ અને એનર્જીટીક ડાન્સ રજૂ કર્યો. સાથે – સાથે વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નાના-  નાના બાળ ખેલાડીઓએ મન ગમતી રમતમાં ભાગ લઈ, પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરી, વિજેતા બન્યા હતા.

 આવો! આપણે સૌ આજથી,અત્યારથી,અહીં થીજ ભારતીય રમતો રમીને,રમાડીને  તેજસ્વી તરુણ,તેજસ્વી ભારતનો સંકલ્પ સાકાર કરીએ.

ખેલો તમે…… ખીલો તમે .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *