


22 ડિસેમ્બર, રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ભારતમાં ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ખગોળશાસ્ત્રી અને વિખ્યાત ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસને સન્માન આપવા માટે મનાવવામાં આવે છે. આપણા શાળામાં પણ આ પાવન દિવસે વિધાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગણિત ક્વિઝ સ્પર્ધા : કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ ગણિત ક્વિઝ સ્પર્ધા રહી. વિવિધ વર્ગોના વિધાર્થીઓએ ટીમ રૂપે ભાગ લીધો. જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં કુલ ચાર ટીમ બનાવવામાં આવી હતી . દરેક ટીમો ના નામ ભારતીય ગણિતશાસ્ત્રીઓના નામ પરથી રાખવામાં આવ્યા હતા . જેવા કે આર્યભટ્ટ ,બ્રહ્મગુપ્ત , ભાસ્કરાચાર્ય, શ્રીનિવાસ રામાનુજન. સ્પર્ધામાં મૂળભૂત ગણિત, ગણિતશાસ્ત્રીઓના સંશોધન અને તર્ક પ્રશ્નો જેવા રસપ્રદ રાઉન્ડ સામેલ હતા.
કાર્યક્રમના અંતે પ્રિન્સિપાલશ્રી દ્વારા વિધાર્થીઓને સંબોધન કરવામાં આવ્યું. તેમણે ગણિતને “જીવનની ભાષા” કહીને વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં ગણિતના ઉપયોગ પર ભાર મુક્યો. આખો દિવસ આનંદ, સ્પર્ધા અને શિખવાની ભાવનાથી ભરપૂર રહ્યો.
આ રીતે શાળાએ રાષ્ટ્રીય ગણિત દિવસને જ્ઞાન અને રસપ્રેરણા સાથે ઉજવ્યો, જે વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે નવી ઉર્જા અને ઉત્સાહ જન્માવવાનું સાધન બન્યુ.