કોઈપણ દેશ માટે જેમ શાસન વ્યવસ્થા મહત્વની છે તેટલું જ મહત્વ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ છે અને ચૂંટણીમાં મતદાનનું મહત્વ છે.મતદાન એક પદ્ધતિ છે, જેનાથી સભા કે મતદારમંડળ જેવા જૂથ પોતાનો એક નિર્ણય લે છે કે મંતવ્યને રજૂ કરે છે – મોટેભાગે આમ થવા પાછળ ચર્ચા, વાદવિવાદ કે ચૂંટણી પ્રચાર કારણભૂત હોય છે. આ વાત હંમેશા લોકશાહીઓ અને લોકશાસનોમાં જોવા મળે છે.
દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. તેની ઉજવણી પાછળ ચૂંટણી પંચનો હેતુ એ હતો કે દર વર્ષે દેશભરના તમામ મતદાન મથક વિસ્તારોમાં, તે તમામ પાત્ર મતદારોની ઓળખ કરવામાં આવશે, જેમની ઉંમર 1 જાન્યુઆરીએ 18 વર્ષની થઈ ગઈ હશે. આ સંબંધમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નવા મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવશે અને તેમને ચૂંટણી કાર્ડ નું ઓળખ પત્ર આપવામાં આવશે. ઓળખ કાર્ડ વિતરણની કામગીરી સામાજિક, શૈક્ષણિક અને બિનરાજકીય વ્યક્તિઓ કરશે. આ પ્રસંગે મતદારોને બેજ પણ આપવામાં આવશે, જેમાં લોગો સાથે ‘મતદાર હોવાનો ગર્વ, મતદાન કરવા માટે તૈયાર’ સૂત્ર અંકિત કરવામાં આવશે. મતદાન દિવસ બનાવવાનું મુખ્ય કારણ લોકોને મતદાનનું મહત્વ જણાવવાનું છે જેથી કરીને લોકો તેનાથી જાગૃત બને અને યોગ્ય ઉમેદવારને પસંદ કરે જેથી કરીને આપણા દેશનો વિકાસ કોઈ પણ અવરોધ વગર થઈ શકે. આ દિવસ ભારતના દરેક નાગરિક માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે ભારતના દરેક નાગરિકે પોતાના રાષ્ટ્રની દરેક ચૂંટણીમાં ભાગ લેવાની શપથ લેવી જોઈએ, કારણ કે ભારતના દરેક વ્યક્તિનો મત દેશના ભવિષ્યનો પાયો નાખે છે. તેથી જ દરેક વ્યક્તિનો મત રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બને છે.
મતદાન જાગૃતિ સૂત્રો
– હું મતદાન કરીશ અને કરાવીશ.
– મારો મત, મારું ભવિષ્ય
– જાગો મતદાતા તમે છો ભારતના ભાગ્ય વિધાતા.
– ઘર-ઘર મેં સંદેશ દો વોટ દો-વોટ દો.
– બધા કામ છોડી દો, સૌથી પહેલા વોટ દો.
– શિક્ષિત મતદાતાથી નેતા પણ ડરે છે.
– લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે જાગૃત મતદાતા.
– આ છે સૌની જવાબદારી, મત આપે સૌ નર-નારી.
– યુવાશક્તિના છે ત્રણ કામ, શિક્ષા, સેવા અને મતદાન.
– ના વ્યશનથી, ના ફેશનથી ભાગ્ય બદલાશે મતદાનથી.
– મતદાન છે મહાદાન.
– લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ પવિત્ર ફરજ.
– લોકશાહીનું મૂલ્ય ચુકવો, મતદાન માટે આગળ વધો.
– મતદાર લોકશાહીનો રાજા છે.
– મતદાતા જાગે, અધિકાર માંગે.