“પછડાવ છું, અથડાવ છું રોજ ક્યાંક ખેંચાઉ છું.
અડીખમ બની ઊભો છું હું આ દેશનો યુવાન છું.”
દર વર્ષે 12 જાન્યુઆરી દેશના મહાન મનોવૈજ્ઞાનિક સ્વામી વિવેકાનંદનના જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ જેમણે
‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો‘ આ મંત્ર આપ્યો. સ્વામી વિવેકાનંદને ભારતીય યુવાનો માટે એક આદર્શ, પ્રતિનિધિ અને પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે તેમના અમૂલ્ય અને પ્રેરણાદાયી વિચારોથી યુવાનોને ઘણી વખત પ્રોત્સાહિત કર્યા છે. અને આજે પણ તેમના વિચારો યુવાનોને પ્રેરણા આપે છે. તેમને ભારતના ‘યુવા આઈકોન‘ પણ કહેવામાં આવે છે.
“લોકો કહે છે આના પર વિશ્વાસ કરો, તેના પર વિશ્વાસ કરો પણ હું કહું છું કે સ્વયંપર વિશ્વાસ કરો. બધી શક્તિ તમારી અંદર જ છે. તમારી પાસે જ છે.”
જે દેશ પાસે સકારાત્મક અને એક્ટિવ યુવા શક્તિ છે તેને સમૃદ્ધ અને વિકસિત થતા કોઈ રોકી ન શકે. યુવાનીમાં જાગવું જરૂરી છે કારણ કે ખુલ્લી આંખે જોયેલા સપના ચોક્કસપણે સાકાર થાય છે. યુવાનોના હાથમાં દેશની પ્રગતિ હોય છે. તમારામાં વિશ્વાસ રાખો, સપનાનો પીછો કરતા રહો. એક દિવસ જરૂર સફળતા મળશે.
દરેક દેશ માટે તેની યુવા વસ્તી કોઈ સંપત્તિથી ઓછી નથી. તેનું કારણ એ છે કે યુવા લોકો જે દેશને વિકાસ તરફ દોરી જાય છે, જે સંશોધનોનું કામ કરે છે તે દેશના દરેક ક્ષેત્ર માટે ખૂબ જ જરૂરી છે. આ યુવાનોને સેલિબ્રેટ કરવા માટે વિશ્વ આ દિવસની ઉજવણી કરે છે. યુવાનો દ્વારા સામનો કરવામાં આવતી સુષુપ્ત સંભાવનાઓ અને અનેકવિધ પડકારો બંનેને રેખાંકિત કરવાની વૈશ્વિક પ્રતિબદ્ધતાના સાક્ષી તરીકે છે. આ પડકારો દૂર કરવા માટે જરૂરી એકતાનું ઉદાહરણ છે. જ્યાં ઉભરતી પેઢીઓ ખીલી શકે અને ભવિષ્યમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે.
અમારી શાળા શ્રીમતી એસ.એચ ગજેરા વિદ્યાભવન ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગમાં આચાર્યશ્રી દીપ્તિ મેમ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિશ્વ યુવા દિન નિમિત્તે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર, તેમનો બાળકો માટે સંદેશ, તેમની પ્રેરક વાતો અને વિચારો વિશે સ્પીચ આપવામાં આવી તેમજ આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને નંબર આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા.
આંતરરાષ્ટ્રીય યુવા દિનની ઉજવણીનો મુખ્ય હેતુ યુવાનોની ભૂમિકા અને યોગદાનને ઓળખવા અને પ્રોત્સાહિત કરવાનો છે. વિશ્વ વસ્તીનો મોટો ભાગ આ વર્ગમાં તરવરાટ છે, થનગનાટ છે, કવિએ દુહામાં પણ કહ્યું છે ઘોડો જેટલો થનગનાટ, આકાશમાં ઉડવાની ઈચ્છા એ શું ન કરી શકે.જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને ઈચ્છા શક્તિ હોવા જોઈએ. માર્ગ ઘણો કઠિન છે તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે. આમ છતાં હિંમત હારવું નહી મહેનત કરી આગળ વધતા રહેવું જોઈએ.