દર વર્ષે 21મી જૂનના રોજ વર્લ્ડ મ્યુઝિક ડે (World Music Day) ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં સંગીતપ્રેમીઓ માટે ખુબ જ ખાસ હોય છે. વર્લ્ડ મ્યુઝિક ડે એ એવો દિવસ છે જ્યાં લોકો સંગીત દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કરે છે. નાનાંથી મોટાં શહેરોમાં આ દિવસે મફત કોન્સર્ટ, જાહેર રણગાંધી સંગીત કાર્યક્રમો અને સ્ટ્રીટ શો થાય છે. નવો પ્રતિભાશાળી યુથ પોતાનું ટેલેન્ટ દર્શાવે છે.
વર્લ્ડ મ્યુઝિક ડેનો ઈતિહાસ : આ દિવસની શરૂઆત 1982માં ફ્રાંસમાં થઈ હતી. ફ્રાંસના સાંસ્કૃતિક મંત્રીએ આ દિવસની રચના કરી હતી, જેનું નામ હતું “Fête de la Musique”, એટલે કે “સંગીતનો તહેવાર”. ત્યારથી દરેક 21મી જૂને આખી દુનિયામાં લોકો સંગીતની ઉજવણી કરે છે.
આ દિવસે શું થાય છે? : શાળાઓ અને કોલેજોમાં સંગીત કાર્યક્રમો થાય છે. કલાકારો રસ્તા પર યા પાર્કમાં લાઈવ સંગીત વગાડે છે.
સંગીત શા માટે મહત્વનું છે? : સંગીત આપણું મન ખુશ કરે છે, તણાવ દૂર કરે છે અને આપસમાં ભાઈચારો વધારે છે. સંગીત ભાષા, ધર્મ કે દેશની સીમા નહીં જાણતું – તે તો જગતની ભાષા છે.
“સંગીત એ દવા છે, સંગીત એ ઇબાદત, હર ધબકતું દિલ સાંભળે એની સરગમ તાલમાં.
જ્યાં શબ્દ ઓછા પડે, ત્યાં સુર કામ કરે, સંગીત એ છે પ્રેમ, જે સૌના દિલને જોડે.”
શાળા કક્ષાએ વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતાના સુરીલા કંઠ દ્વારા ગીતો પ્રસ્તુત કર્યા હતા. તેનાથી સ્વરોની એક શાનદાર ઉજવણી થઈ હતી. વિદ્યાર્થીઓને તેના પરફોર્મન્સની વધારે નંબર આપવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આમ સંગીત એ એવી શક્તિ છે જે શબ્દો વગર પણ હૃદય સાથે વાત કરે છે અને દિલને સ્પર્શે છે તે આજના કાર્યક્રમ પરથી સાબિત થયું.