“યા દેવી સર્વભૂતેષુ
વિદ્યા રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યે નમસ્તસ્યે
નમસ્તસ્યે નમો નમઃ”
કુદરતે ભારત દેશને વિવિધ ઋતુઓની ભેટ આપી છે . આ ઋતુઓમાં વૈભવશાળી ઋતુ છે વસંતઋતુ .વસંત પંચમી એટલે જ વસંતોત્સવનો પ્રથમ દિવસ આજના દિવસથી શરૂ કરીને એક મહિના સુધી ચાલતો પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત ઉત્સવ .
ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જાણે કે ધરતી ખીલી ઉઠે છે .પ્રકૃતિના મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી માં શારદાનો સંગમ છે . વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું મહત્વ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જયંતિ હોવાનું પણ માનવામાં આવે છે . કહેવાય છે, કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માનાં માનસથી અવતરિત થયા હતા.
વસંત પંચમીના દિવસે માતા શારદા ની પૂજા કરવામાં આવે છે . માતા સરસ્વતીની પૂજા થી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે . મહા મહિના ની સુદ પાંચમે સૌથી પહેલા શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે .શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ ગીતાનાં વિભૂતિ યોગમાંકહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું .
હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે. આ દિવસે ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો એ માતા સરસ્વતીની મૂર્તિની પૂજા કરી તેમજ પુસ્તકનું પૂજન કરવામાં આવ્યું . જેથી માતા સરસ્વતીના આશીર્વાદ હંમેશા બાળકો પર રહે .
“દિલમાં ઉત્સાહ અને આંખો છે પ્રેમ
ખુશીઓ લઈને આવ્યો છે વસંતનોઉત્સવ “