વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૩-૨૪

ઈનામ વિતરણ એ શાળા ના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં નો એક ભાગ ગણાય છે . આ કાર્યક્રમ ને સંસ્થાની યાદગાર ઘટના માનવામાં આવે છે . સામાન્ય રીતે ઇનામ વિતરણનો કાર્યક્રમ પરીક્ષા ના થોડા દિવસો પહેલા જ યોજવામાં આવે છે જે શૈક્ષણિક વર્ષના અંતિમ ભાગને નિર્દેશિત કરે છે.

 

આ કાર્યક્રમની શરૂઆત આપણી શાળાના ઉપાચાર્ય શ્રી રીટાબેન ચોવટીયા ના એન્કરિંગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ સમારોહમાં ઉપસ્થિત અતિથિ શ્રીઓ તેમજ આપણી શાળા ના આચાર્યાશ્રી તથા ઉપાચાર્યશ્રીઓ દ્વારા વિદ્યાની દેવી એવી સરસ્વતી માતાની “શુભમ કરોતિ કલ્યાણં” શ્લોક દ્વારા દીપ પ્રાગટ્ય કરીને વંદના કરવામાં આવી. 

વર્ષ 2023 – 24  ના અંતે  ગજેરા વિદ્યાભવન પ્રાથમિક શાળા -ઉત્રાણ માં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું . શાળાના આચાર્યા શ્રી છાયાબેન  ભાઠાવાલા ના સાથ – સહકાર અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવી શક્યા છીએ . શાળાના આચાર્યાશ્રી , ઉપાચાર્યશ્રી અને શિક્ષક મિત્રો દ્વારા ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી હતી .

     તા.09/03/2024ને  શનિવારના રોજ શ્રીમતી એસ.એચ.ગજેરા ગુજરાતી પ્રાથમિક શાળા, ઉત્રાણમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. જે શાળાના ટ્રસ્ટીશ્રી ચુનિભાઈ ગજેરાના માર્ગદર્શનમાં તેમજ શ્રી વિભૂતિબેન કાકડિયા(આસિ. કમિશનરશ્રી, ગુજરાત જી.એસ.ટી. વિભાગ, સુરત), ડૉ. અંકિતા વાછાણી (મેડિકલ ઓફિસર, ઉત્રાણ હેલ્થ સેન્ટર)ના આતિથ્ય તળે અને શાળાના એજ્યુકેશનલ ડાયરેક્ટરશ્રી જયેશભાઈ પટેલ સાહેબ તથા તમામ શાળાના આચાર્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાયો.

આ વાર્ષિક ઈનામ વિતરણ સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓએ દોડ, વિઘ્ન દોડ, લાંબી કુદ, ઉંચી કુદ, ગોળા ફેક, બરસી ફેક, સ્ટેન્ડિંગ જમ્પ, સોફ્ટ થ્રો બોલ વગેરે  તેમજ ઝોન, તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય રમતોમાં અને વિવિધ સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી વિશિષ્ટ શક્તિઓનું પ્રદર્શન કરતાં જુદી જુદી રમતોમાં અને સ્પર્ધાઓમાં સફળતાઓ પ્રાપ્ત કરી હતી. સફળતાઓ મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને આજરોજ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમ શાળાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી અને શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીના સહિયારા પ્રયાસથી સફળ થયો હતો અને સન્માનિત તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

આ સન્માન સમારોહમાં વિવિધ પ્રકારના ગિફ્ટ, ટ્રોફી,સર્ટિફિકેટ,વિવિધ મેડલો વગેરે બાળકોએ પ્રાપ્ત કર્યા છે . “નોન ફાયર ” જેવી સ્પર્ધા માં મમ્મીઓ એ પણ ખૂબ જ ઉત્સાહ થી ભાગ લઈને વિજેતા બનીને ઈનામ પ્રાપ્ત કર્યું હતું .ત્યારબાદ સમારોહમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓએ પોતાના વિશેષ શબ્દો દ્વારા બાળકો ને પોતાની આ સફળતા ને બિરદાવી હતી .

કાર્યક્રમ ના અંતે આચાર્યાશ્રીએ પોતાનો કિંમતી સમય કાઢીને અહીં પધારેલાં મહાનુંભાવો, વાલીમિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો ને આભાર વિધિ થી બિરદાવ્યા હતાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *