વાર્ષિક ગૌરવ અને સન્માન કાર્યક્રમ

અમારી શાળાશ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં તા. 24,25 માર્ચ, 2026ના રોજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ સરકારી આર્ટ્સ અને કોમર્સ કૉલેજ, કાછલના પ્રોફેસર ડૉ. પ્રવીણભાઈ સલિયા સાહેબના મુખ્ય આતિથ્ય તળે અને શાળાના એકેડેમિક ડાયરેક્ટર પ્રતિમા સોની મેમ, શાળાના કેમ્પસ ડાયરેક્ટર નિશાબેન ખુમાણ મેમની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ શાળાના તમામ વિભાગોના આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે પ્રાપ્ત સિદ્ધિઓ માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ અને ઉપસ્થિત સૌને કુમકુમ તિલક કરી, દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું. શાળાના આચાર્યશ્રીએ સ્વાગત પ્રવચન આપ્યું અને શાળાની વર્ષ દરમિયાનની ઉપલબ્ધિઓનું સંક્ષિપ્ત વર્ણન કર્યું.

ત્યારબાદ ઇનામ વિતરણ કાર્યક્રમનો મુખ્ય ભાગ શરૂ થયો. શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવ્યા. તેમજ રમતગમત, વિજ્ઞાન પ્રોજેક્ટ, ક્વિઝ સ્પર્ધા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર અને ટ્રોફી તેમજ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા.

મુખ્ય અતિથિએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને સતત મહેનત કરવા અને જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણા આપી. તેમણે કહ્યું કે “પરિશ્રમ અને સંકલ્પથી કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.” આચાર્યશ્રીએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને શિક્ષકોના યોગદાનની પ્રશંસા કરી.

સમગ્ર કાર્યક્રમ ખૂબ જ વ્યવસ્થિત અને સફળ રહ્યો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાઓએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો અને શાળાના આ સુંદર આયોજનની પ્રશંસા કરી.

આ રીતે, વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક અને યાદગાર બની રહ્યો !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *