વાર્ષિક પરીક્ષા: સફળતા તરફનો માર્ગ

વાર્ષિક પરીક્ષા

પરીક્ષાઓ અને મુશ્કેલીઓ જીવનનો છે એક ભાગ,

પરંતુ તેઓને જે કરે પાર તે બને  મજબૂત અને સમજદાર ,

એ જ સાચા વિદ્યાર્થી ના છે ગુણ….

 

પરીક્ષા એટલે કોઈપણ કઠિન કાર્યની સામે ઝઝુમવું, સફળતાના શિખરોને આંબવા જે પ્રયત્નો કરીએ તે પરીક્ષામાં હારજીત નું મહત્વ એટલે સફળતા નો આંક. 

એક શિક્ષક માત્ર બાળકને ભણાવતો જ નથી પરંતુ બાળકનું દરેક રીતે ઘડતર કરી ભવિષ્યનું નિર્માણ કરે છે. “શિક્ષક માત્ર બાળકને જ્ઞાન જ નથી  આપતા પરંતુ તેના અભ્યાસમાં આવતી મૂંઝવણોને સમજણ પૂર્વક તેનું સમાધાન પણ કરે છે . તેમની દરેક  મૂંઝવણમાં તેમને એક પથદર્શક બનીને ઉભા રહે છે.બાળકના મનને ધ્યાનમાં લઈને તેને ઉત્સાહપૂર્વક અભ્યાસ આપવા માટે સદાય તત્પર રહે છે અને તેમને પરીક્ષા માટે તૈયાર કરે છે.  વાલીશ્રી નું પણ યોગદાન ખૂબ છે. પોતાના બાળક ની પરીક્ષા આવે એટલે એમની પણ પરીક્ષા સમજી તૈયારી કરાવવા પર ખુબ જ કાળજી લે છે.

દરેક શિક્ષક વિદ્યાર્થીને અને વિદ્યાર્થી ના મનને સમજે છે. તેથી તેમને દરેક વિષયવાર કોઈ કચાસ ના રહી જાય તે માટે Extra effort થી જ્ઞાન પીરસ્યુ છે. શિક્ષક વિદ્યાર્થી સાથે લાગણીના મજબૂત સેતુ સાથે બંધાયેલ હોય છે. શિક્ષક વિદ્યાર્થીને જે પણ કોઈ મુશ્કેલી હોય એ પછી અભ્યાસને લગતી હોય કે પછી અન્ય કોઈ સામાજિક મુશ્કેલી હોય તેને તેનું નિરાકરણ લાવી તેની મૂંઝવણો દૂર કરી અભ્યાસમાં આવતા નવા નવા મુદ્દાઓને ઉદાહરણો અને પ્રવૃત્તિઓ દ્વારા સમજાવી વાર્ષિક પરીક્ષાઓ આપવા તૈયાર કરે છે.

જો કે, શિક્ષક બનીને માત્ર પુસ્તકિયુ જ્ઞાન આપવું એવું નથી , પરંતુ એ બાળકને દરેક મુશ્કેલીઓનો સામનો કરવાથી સજજ બનાવે છે.  

                વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અને વર્ષાંતરે કરેલી મહેનત ને ઉજાગર કરવાના હેતુથી ગજેરા વિધાભવન માં તા. ૨૦/૦૩/૨૫ થી ૦૨/૦૪/૨૫ દરમ્યાન  ધોરણ ૧ થી ૮ માં વાર્ષિક પરીક્ષાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ . જેમાં વિદ્યાર્થી ઓ એ ઉમંગ અને ઉત્સાહભેર પરીક્ષાઓ આપી હતી. શિક્ષકોના  માર્ગદર્શન હેઠળ બાળકો એ આખા વર્ષ દરમ્યાન કરેલ અભ્યાસિક પ્રવૃતિ ના આધારે વ્યવસ્થિત તૈયારી કરી ખૂબ જ સુંદર વાર્ષિક પરીક્ષાના પેપરો આપ્યા હતા.વિદ્યાર્થીઓએ પરીક્ષાને પોતાનું મૂલ્યાંકન ગણી સારી એવી મહેનત કરી હતી.  ભવિષ્ય નિર્માણમાં વિદ્યાર્થી ની સારી ટકાવારી અને પરિણામ માટે વાલીશ્રીઓમાં પણ એટલી જ મહેનત જોવા મળી હતી .

             શિક્ષક , વિદ્યાર્થી અને વાલી ના અથાગ પ્રયાસોનો નિચોડ એટલે પરીક્ષા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *