ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં વાર્ષિક રમતોત્સવ ૨૦૨૪-૨૫ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા સાહેબના માર્ગદર્શનમાં અને વિરલભાઈ પટેલ (D.S.O.,સુરત), અર્પિતભાઈ દુધવાલા (નાયબ આરોગ્ય અધિકારી, નવો પૂર્વ ઝોન સરથાણા, સુરત), ASI કૃપા મેડમ (ઉત્રાણ પોલીસ સ્ટેશન, સુરત) તેમજ હેડ કોન્સ્ટેબલ નિપા મેડમ (ઉત્રાણ પોલીસ સ્ટેશન, સુરત)ના મુખ્ય અતિથી પદે યોજાયો. આ ઉપરાંત ગજેરા શાળા પરિવારના એકેડેમિક કૉ-ઓર્ડીનેટરશ્રી જયેશભાઈ પટેલ, ડૉ. ગુલાબ વસાણી ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે ફુગ્ગાના વિમોચન દ્વારા અને મહેમાનોના સન્માન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વ્યાયામ શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા મશાલ પ્રગટાવી ઉપસ્થિત મહેમાન સાથે મંચ પર સ્થાપિત કરવામાં આવી. તેમજ દરેક વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવનામાં વધારો થાય તે માટે રમતમાં ઈમાનદારી રાખવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જુદાં જુદાં વય જૂથ પ્રમાણે જુદાં જુદાં અંતરની દોડ, વિઘ્ન દોડ, લાંબી કૂદ, ઉંચી કૂદ, સ્ટેન્ડિંગ જમ્પ, ગોળા ફેંક,બરછી ફેંક અને ચક્ર ફેંક જેવી જુદી જુદી રમતોની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં શાળાના આશરે ૯૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનામાં રહેલી વિશિષ્ટ શક્તિઓને રજૂ કરી હતી.
સમગ્ર કાર્યક્રમ અને તમામ સ્પર્ધાઓ પૂર્ણ થતાં જે વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો તેમને સર્ટિફિકેટ અને મેડલ પહેરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને કાર્યક્રમને સફળ બનાવનાર શાળાના તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને અંતે રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.
વિધાર્થી જીવનમા રમતગમતનું અનિવાર્યતા અને તેનું મૂલ્ય
વિદ્યાર્થી જીવનનો મુખ્ય હેતુ શીખવું અને વિકાસ પામવો છે. તે માટે રમતગમત એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું કે શૈક્ષણિક અભ્યાસ. શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ, શિસ્ત, નેતૃત્વ અને ટીમ વર્ક જેવા ગુણો વિકાસ કરવામાં રમતગમત મહત્વની ભૂમિકા ભજવે છે.
- શારીરિક તંદુરસ્તી અને આરોગ્ય રમતગમત વિદ્યાર્થીઓને શારીરિક રીતે સક્રિય અને તંદુરસ્ત રાખે છે.તે હૃદય, પાંસળીઓ, મસળીઓ અને હાડકાં મજબૂત બનાવે છે.નિયમિત કસરત થવાને કારણે રોગપ્રતિકારક શક્તિ (immunity) વધે છે.શારીરિક સક્રિયતા દ્વારા માંદગી, થાક અને જડપણ દૂર થાય છે.
- માનસિક સ્વાસ્થ્ય અને એકાગ્રતા .રમતગમત માનસિક તણાવ અને ચિંતા દૂર કરવામાં સહાય કરે છે, તે સ્મૃતિશક્તિ (memory) અને એકાગ્રતા (concentration) વધારવામાં મદદ કરે છે, ડિપ્રેશન અને સ્ટ્રેસને ઓછું કરવા માટે રમત ઉત્તમ ઉપાય છે, વિદ્યાર્થીઓ પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી મેળવી શકે છે.
- શિસ્ત અને જવાબદારી, રમત શિસ્તભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે, વિદ્યાર્થીઓ સમયનો સદુપયોગ શીખે છે અને તેમના ગોલ્સ પ્રાપ્ત કરવા માટે મહેનત કરે છે, નિયમિત રમત પ્રવૃત્તિઓમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ દિનચર્યામાં શિસ્ત પાલન કરતા થાય છે, જવાબદારી લેવાની ક્ષમતા વિકસે છે, જે જીવનભર ઉપયોગી સાબિત થાય છે.
- ટીમ વર્ક અને નેતૃત્વ કૌશલ્ય ,રમતગમત દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમમાં મળીને કામ કરવાની અને સહકાર આપવાની ભાવના વિકસે છે.ગ્રુપ ગેમ્સ (ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટબોલ)માં ભાગ લેવા દ્વારા ટીમ સ્પિરિટ અને સહકાર શીખે છે.નેતૃત્વ અને નિર્ણય લેવામાં કુશળતા વિકસે છે. ગમે તે પરિસ્થિતિમાં શાંત અને સંયમિત રહેવાની કુશળતા વિકસે છે.
- અભ્યાસમાં સફળતા માટે મદદરૂપ રમતગમત શરીરમાં વધુ ઓક્સિજન પ્રવાહ વધારતું હોવાથી મગજ વધુ તંદુરસ્ત અને સક્રિય રહે છે.નિયમિત કસરત કરનાર વિદ્યાર્થીઓ વધુ જલદી અને અસરકારક રીતે શીખી શકે છે.વિજ્ઞાન મુજબ, શારીરિક સક્રિયતા માટે સમય ફાળવનાર વિદ્યાર્થીઓ વિદ્યા ક્ષેત્રે વધુ સફળ રહે છે, રમતો વિદ્યાર્થીઓની યાદશક્તિ (memory power) વધારવામાં મદદરૂપ થાય છે.
- સ્પર્ધાત્મક ભાવના અને મોરલ વેલ્યુઝ ,રમતો સ્પર્ધાત્મક ભાવના વિકસાવે છે, જે વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા આપે છે, રમત દ્વારા હાર સ્વીકારવી અને નવી શક્તિ સાથે ફરી પ્રયાસ કરવો શીખી શકાય.ઈમાનદારી, મહેનત અને સાહસ જેવા મૂલ્યો વિકસે છે, રમત દ્વારા નિષ્પક્ષ અને સાફ-સુથરી સ્પર્ધાની ભાવના વિકસે છે.
- વ્યકિતત્વ વિકાસ અને આત્મવિશ્વાસ રમત વ્યક્તિના લીડરશીપ કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે, રમતગમત વિદ્યાર્થીઓને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની ટેવ પાડે છે.જીવનમાં મુકામ હાંસલ કરવા માટે, હાર-જીતની પરવા કર્યા વગર સતત પ્રયત્ન કરવા શીખવે છે.
વિદ્યાર્થી જીવનમાં રમતગમત અભ્યાસ જેટલું જ મહત્વપૂર્ણ છે. તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે જરૂરી છે. રમત માત્ર મનોરંજન પૂરતું નથી, તે સફળ અને તંદુરસ્ત જીવન માટે એક મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે રમતગમત માટે પણ સમય ફાળવવો જોઈએ. આમ ઉપરના બધા કૌશલ્યોને ધ્યાનમાં રાખીને દર વર્ષે ગજેરા શાળા પરિવાર તરફથી વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવે છે.