વાર્ષિક રમતોત્સવ 2024-25

શ્રીમતી એસ.એચ.ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે વાર્ષિક રમતોત્સવ ઉજવાયો.

તારીખ : 07/02/2025ને શુક્રવારના રોજ શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે વાર્ષિક રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1400થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ વાર્ષિક રમતોત્સવ અમારી શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરાના માર્ગદર્શનમાં, શ્રી કિશોરભાઈ પટેલ (નેશનલ ફૂટબોલ ખેલાડી અને રેફરી)શ્રી વિભૂતિબેન કાકડીયા (ડેપ્યુટી સ્ટેટ ટેક્સ કમિશનર,સુરત)ના આતિથ્ય તળે તેમજ શાળાના એજ્યુકેશન ડાયરેક્ટરશ્રી જયેશભાઈ પટેલ અને શાળાના તમામ વિભાગોના આચાર્યશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને જીવનમાં રમત ગમતના મહત્વ વિશે સરસ વાતો કરી હતી.

વાર્ષિક રમતોત્સવની શરૂઆત દિપ પ્રાગટય અને શાળાના તમામ હાઉસના વિદ્યાર્થીઓ અને એન.સી.સી ગર્લ્સ બટાલિયન દ્વારા માર્ચ પાસ કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી દ્વારા રમતોને અનુરૂપ સુંદર ડાન્સ રજૂ કરી ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ફુગ્ગા વિમોચન કરી સમગ્ર રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતો જેમકે ગોળા ફેક, ચક્ર ફેક, લાંબી કુદ, ઊંચી કુદ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, ક્રિકેટ બોલ થ્રો અને જુદી જુદી દોડમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *