“શિક્ષણ માનવની આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થથી બનાવે છે.”
શિક્ષણ એક સામાજિક પ્રક્રિયા છે. સામાજિક પરિસ્થિતિ શિક્ષણને વ્યાપક રીતે પ્રભાવિત કરે છે .તેથી શિક્ષણની સાર્વજનિક પરિભાષા કરવી અઘરી છે. બીજી બાજુ માનવીય ઘટક પણ સતત પરિવર્તનશીલ છે.
શિક્ષણ એ ખીલવણીનું કાર્ય છે શિક્ષણ એ પૂર્ણતાને બહાર લાવવાનું કાર્ય છે. એકાગ્રતા અને કેન્દ્રીકરણ પદ્ધતિ છે. શિક્ષક મિત્ર પરા મર્શક અને પથ દર્શક છે .વિદ્યાર્થીને વ્યક્તિગત સલાહ અને માર્ગદર્શન પૂરું પાડે છે.
આજરોજ તારીખ 29 7/2023 ના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા ઉત્તરાણ ખાતે શાળાના આચાર્ય શ્રી છાયાબેન ભાઠાવાલા ના માર્ગદર્શક હેઠળ શૈક્ષણિક વર્ષ 2023 ના દ્વિતીય વાલી મિટીંગનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક દ્વારા વિવિધ શૈક્ષણિક મુદ્દાઓને વિશેની ચર્ચા કરવામાં આવી હતી. જેવા કે લેખન વાંચનને લગતા વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નો શિક્ષક શ્રી ઓ દ્વારા વાલી શ્રી ઓ સાથે ચર્ચા કરવામાં આવી.
શાળા દ્વારા યોજાયેલ વાલી મિટિંગમાં વાલીઓએ ઉત્સાહ સાથે હાજર રહ્યા તેમજ પોતાના પ્રશ્નોની મુક્ત મને ચર્ચા કરવામાં આવી.