વાલી મિટિંગ : જુન ૨૦૨૫

       ગજેરા વિદ્યાભવનમાં આજ રોજ તા. ૨૧/૦૬/૨૦૨૫, શનિવારના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેની પ્રથમ વાલી મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, વર્તન, વ્યવહાર   સર્વાંગિણી વિકાસ અંગે ચર્ચા થઈ. બાળકના વાંચન, લેખન, હોમવર્કની આદતો તથા વર્ગમાં તેના આચરણ અંગે વિગતો આપવામાં આવી. સાથે જ મોબાઈલ અને સોશિયલ મિડિયાની અસર અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા.

       વાલીઓએ પણ ખુલ્લે હૃદયે પોતાના પ્રશ્નો રજૂ કર્યા અને શિક્ષકોએ સમજદારીપૂર્વક જવાબ આપી સહયોગી વાતાવરણ ઊભું કર્યું. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઘેર અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ કેવી રીતે તૈયાર કરવું, તેની ચર્ચા પણ કરાઈ.

       ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તે હેતુસર દર મહિને વાલી મીટીંગનું આયોજન કરીને શિક્ષક અને વાલી બંને વચ્ચે તાદાત્મ્ય જળવાઈ રહે તેમ જ વિદ્યાર્થીનો સતત અને સર્વગ્રાહી વિકાસ થતો રહે તે માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે. આ મીટિંગ એ સમજણ આપી ગઈ કે શાળાનું અને ઘેરનું સહકારત્મક જોડાણ જ બાળકના ભવિષ્યને મજબૂત પાયો  આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *