“શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર રાખે”.
શિક્ષણ એ એક ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. યુગોથી મનાવે જાતે જ શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. સમાજની તે અનિવાર્ય જરૂરિયાત છે. શિક્ષણ એ બાળકોના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે.
“તમસો માં જ્યોતિગમ્ય” ના સૂત્ર પ્રમાણે કેળવણી અજ્ઞાનરૂપી અંધકારમાંથી બાળકોને જ્ઞાન પ્રકાશ તરફ ગમન કરવા પ્રેરે છે. કેળવણી જ બાળકોમાં રહેલાં ઉત્તામાંશોનું આવિષ્કરણ કરીને બાળકોના જીવનમાં પરિવર્તન લાવે છે.
“શ્રેષ્ઠ શિક્ષકો જવાબ નથી આપતા પણ તેઓ તમારી અંદર સવાલો પૂછવાની અને જવાબો શોધવાની ઈચ્છા જગાડે છે.”
આજ રોજ તારીખ-૨૪/૦૨/૨૦૨૪ ના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા,ઉત્રાણ ખાતે શાળાના આચાર્યશ્રી છાયાબેન ભાઠાવાલાના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક વર્ષ-૨૦૨૪ ના ફેબ્રુઆરી માસની વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક દ્વારા આવનારી વાર્ષિક પરીક્ષાને અનુલક્ષીને વાલી સાથે ચર્ચા કરવામાં આવી. તેમજ વાંચન લેખનને લાગતાં અને વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નો શિક્ષકશ્રીઓ દ્વારાવાલીશ્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવી.
આ ઉપરાંત, ફેબ્રુઆરી માસના શરૂઆતમાં લેવાયેલ યુનિટ ટેસ્ટની પૂરવણી વાલી અને વિદ્યાર્થીઓને બતાવવામાં આવી. જે વાલીઓને કોઈ પ્રશ્ન હોય તો તે ચર્ચા શિક્ષકો સાથે કરવામાં આવી.
આમ,શાળા દ્વારા યોજાયેલ આ વાલી મીટીંગમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતાં.તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોની મુક્ત મને ચર્ચા કરવામાં આવી.
“શિક્ષણ એ માત્ર જ્ઞાન એકઠું કરવાનું સાધન નથી,તે જીવનના દરેક સ્તર પર આત્માને જાગતો રાખવા માટેનો માર્ગ છે.”