વાલી મિટિંગ: શિક્ષણ અને સંસ્કારનો સંગમ

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળાનો ખૂબ મહત્વનો રોલ છે. શાળાના માધ્યમથી જ વિદ્યાર્થી પોતાના જીવન ઘડતરનો પાયો નાખે છે. તેમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વની રહેલી છે.

વિદ્યાર્થીની જીવન રચનામાં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલીનો પણ એટલો જ ફાળો હોય છે અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદ સેતુ જળવાય રહે તે ખૂબ જ મહત્વનું છે. શિક્ષક અને વાલી બંને મળી ને બાળકનું ભવિષ્ય ઘડવાનું કામ કરે છે અને તેથી જ આજે  શ્રીમતી એસ. એસ.ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ દ્વારા ઓગસ્ટ મહિનાની વાલી અને શિક્ષકોની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં સાપ્તાહિક કસોટીના પેપર અને યુનિટ ટેસ્ટના પેપર વાલીઓને તથા વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યા હતા.

શિક્ષક દ્વારા બાળકોના અભ્યાસ જ નહિ પરંતુ તેના સંપૂર્ણ વિકાસનો ખ્યાલ, તેની સારી અને નબળી બંને બાજુનો ખ્યાલ વાલીમીટીંગ દરમ્યાન વાલીને આપવામાં આવે છે. 

ગજેરા વિદ્યાભવનમાં થતી વાલીમીટીંગ દરમ્યાન દરેક વાલીનો ખૂબ જ સાથ અને સહકાર મળી રહે છે. તે બદલ સ્કૂલ પરિવાર વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે અને આશા રાખીએ છીએ કે આમ જ આપણે સૌ સાથે મળી અને બાળકોના એક ઉજ્જવળ ભવિષ્યની રચના કરીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *