શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત નથી, પરંતુ તે ત્યારે પૂર્ણ રૂપે સફળ બને છે જ્યારે શાળા અને વાલીઓ બાળકોના ભવિષ્ય માટે એકસાથે કામ કરે. ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તાજેતરમાં યોજાયેલી ધોરણ 9 થી 12 ની વાલી મિટિંગ એ સંવાદ, સહયોગ અને સહઅસ્તિત્વની એક જીવંત મિસાલ બની.
દરેક વર્ગમાં શાળાના વર્ગ શિક્ષકો દ્વારા શાળામાં તેમણે શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ, વિદ્યાર્થીઓના વ્યાવસાયિક માર્ગદર્શન અને આગામી શૈક્ષણિક આયોજન અંગે માહિતી આપી. દરેક ધોરણના ક્લાસ ટીચરોએ વાલીઓને વિદ્યાર્થીઓના પરિણામ, વર્તન, હાજરી અને પરીક્ષાની તૈયારી અંગે પ્રસ્તુતિ આપી. ખાસ કરીને ધોરણ 10 અને 12 માટે બોર્ડ પરીક્ષાની તૈયારીઓ, રિવિઝન શેડ્યૂલ, અને કરિયર ગાઇડન્સ વિશે વિસ્તૃત ચર્ચા થઈ.
શિક્ષણ એ માત્ર વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની પ્રક્રિયા નથી, પણ તે માતાપિતાની સક્રિય ભાગીદારીથી વધુ અસરકારક બની શકે છે. ખાસ કરીને ધોરણ 10 અને 12 જેવા મહત્વપૂર્ણ વાર્ષિક પરીક્ષા ધરાવતા ધોરણોમાં, માતા-પિતાની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે. આને ધ્યાનમાં રાખીને અમારા શાળામાં દર મહિનાની અંતે “માસિક પેરેન્ટ્સ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ધોરણ ૧૦ અને ૧૨ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..
કાર્યક્રમના મુખ્ય હેતુઓ:
– વિદ્યાર્થીના અભ્યાસ, વર્તન અને પ્રગતિ અંગે માતા-પિતાને માહિતગાર બનાવવી
– પરીક્ષાની તૈયારી માટેની શૈક્ષણિક યોજનાઓ સમજાવવી
– વિદ્યાર્થીઓના મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સંતુલન માટે માર્ગદર્શન આપવું
– માતા-પિતાને શાળાની નીતિઓ અને નિયમોની સમજૂતી આપવી
પેરેન્ટ્સ મીટીંગમાં દરેક વિદ્યાર્થીના વાલી સાથે વ્યક્તિગત સંવાદ થકી તેમના બાળકની શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવે છે. શૈક્ષણિક ગેરરીતિઓ કે અભ્યાસની ગતિમાં ઘટાડો જોવો મળે તો તરત જ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.
માસિક પેરેન્ટ્સ મીટીંગ અને ઓરિએન્ટેશન કાર્યક્રમ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક મજબૂત પાયાની રચના કરે છે. આ કાર્યક્રમ દ્વારા શાળા, વિદ્યાર્થી અને વાલીઓ વચ્ચે એક સુમેળભર્યું સંબંધ બાંધવામાં આવે છે, જે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.