શાળામાં વાલી મિટીંગ (Parents Meeting) એ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક અત્યંત જરૂરી પ્રક્રિયા છે. આ વાલી મિટીંગ મુખ્ય હેતુ શિક્ષક, વિદ્યાર્થી અને માતાપિતા વચ્ચે સંવાદ સ્થાપિત કરી, શિક્ષણની ગુણવત્તા અને બાળકોના ભવિષ્યને વધુ સકારાત્મક બનાવવાનો છે.
આ વાતને ધ્યાનમાં રાખીને અમારી શાળા ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે દર મહિને “માસિક પેરેન્ટ્સ મીટીંગ”નું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં લેવાયલ ધોરણ ૯ થી ૧૨ની વાલી મિટીંગમાં વિદ્યાર્થીઓને શારીરિક, માનસિક અભ્યાસલક્ષી, પરીક્ષાલક્ષી તેમજ વિષયવાર માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી બાળક પરીક્ષાની યોગ્ય તૈયારી કરી આવનાર પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે. આ ઉપરાંત ધોરણ ૧૦ અને ૧૨(બોર્ડ)ના વિદ્યાર્થીઓને વિષયવાર પોતે જે તે વિષયમાં નબળા હોય તે અંગે યોગ્ય માર્ગદર્શન આપી કઈ રીતે સારું પરિણામ મેળવી શકે અને તેમને મુંજવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી વિદ્યાર્થીઓએ તેમનું સમાધાન મેળવ્યું. જેથી વિદ્યાર્થી અને વાલીઓ પ્રફુલ્લિત થયા હતા અને વિદ્યાર્થીઓના હિત માટે જે પગલા લેવામાં આવે તેમાં પૂરો સાથ સહકાર આપવાનું વચન આપ્યું હતું.
- વાલી મિટીંગ હેતુ
- વિદ્યાર્થીની પ્રગતિની ચર્ચા – અભ્યાસ, પરીક્ષાના પરિણામો, હોમવર્ક અને પ્રોજેક્ટ વિશે ચર્ચા.
- વર્તણૂક અને શિસ્ત અંગે માર્ગદર્શન – બાળકોના સ્વભાવ, સંસ્કાર અને શાળામાં વર્તન વિશે માહિતી આપવી.
- મજબૂત સંવાદ – શિક્ષક અને માતાપિતા વચ્ચે વિશ્વાસ અને સહકાર વધારવો.
- સુધારા માટે સૂચનો – અભ્યાસ પદ્ધતિ, સમયપત્રક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સુધારા માટે સૂચનો આપવાં.
- વાલી મિટીંગ લાભ
- બાળકને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે છે.
- માતાપિતા પોતાના બાળકની ક્ષમતાઓ અને કમજોરીઓને સારી રીતે સમજી શકે છે.
- શિક્ષક અને માતાપિતા વચ્ચે ટીમવર્ક ઉભું થાય છે, જે બાળકના વિકાસમાં મદદરૂપ બને છે.