તારીખ ૧૧/૦૧/૨૦૨૫, શનિવારના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લે લેવાયેલી યુનિટ ટેસ્ટના પેપરો બતાવવામાં આવ્યા હતા અને પરિણામ આપવામાં આવ્યું હતુંઅને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અને તેમાં રહેલી કચાસ વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ઉતરોતર પ્રગતિ કઈ રીતે વધે તેના વિશે પણ ઊંડાણ પૂર્વક માહિતીથી વાલીઓને અવગત કરવામાં આવ્યા હતા. ધોરણ ૯ થી ૧૨ માં લેવાયેલી યુનિટ ટેસ્ટ ના પેપર અને તેનું પરિણામ આપવામાં આવ્યું હતું.
જેથી વિદ્યાર્થી પોતાનું પરિણામ જાણી શકે અને તેમાં સુધારો કરી શકે તે હેતુસર આ વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આગામી દિવસોમાં શરૂ થનાર દ્વિતીય સામાયિક પરીક્ષા અંગે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી તેમજ મૂંઝવતા પ્રશ્નો અંગે નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા. જેના થકી વિદ્યાર્થીઓ સારી રીતે પેપર આપી શકે અને સારા ગુણ પ્રાપ્ત કરી શકે.
વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો પડાવ શાળા જીવન છે. વિદ્યાર્થી શાળામાં નવા – નવા પાઠ શીખે છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને બહાર લાવવાનું કામ શાળા દ્વારા કરવામાં આવે છે વિદ્યાર્થીના ઘડતરમાં જેટલો ફાળો શિક્ષકનો છે તેટલો જ વાલીઓનો પણ છે. વાલી જેટલા જાગૃત હશે એટલા પોતાના બાળકને ગેરમાર્ગે જતા રોકશે તેમજ સાચી દિશા આપશે .બાળક શાળામાં આવીને સર્વાંગી વિકાસ તો કરે જ છે પણ જ્યારે શાળામાં નથી હોતો ત્યારે તે માતા પિતા પાસેથી અનુકરણ કરીને ઘણું બધું શીખતો હોય છે.
ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તે હેતુસર દર મહિને વાલી મીટીંગનું આયોજન કરીને શિક્ષક અને વાલી બંને વચ્ચે તાદાત્મ્ય જળવાઈ રહે તેમ જ વિદ્યાર્થીનો સતત અને સર્વગ્રાહી વિકાસ થતો રહે તે માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે