શાળા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો અને જરૂરી પડાવ છે. વિદ્યાર્થી શાળામાં પોતાના જીવનઘડતરના પાઠ શીખે છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને જાણી-વિચારીને વિદ્યાર્થીઓને જણાવે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ વધારે મૂંઝવણ અનુભવે, વિદ્યાર્થીઓ ક્યાં વિષયમાં વધારે મહેનતની જરૂર છે અને વિદ્યાર્થી વધારેમાં વધારે સારી રીતે કેમ ભણી શકે તે હેતુ સાથે શાળા કક્ષાએ વાલી મીટીંગનું આયોજન થતું હોય છે.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક સફળતા માટે માતાપિતા અને શિક્ષકોનો અમૂલ્ય ફાળો છે.આ હેતુઓને સિધ્ધ કરવા માટે તારીખ 13/07/2024 ને શનિવારના રોજ શાળામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીને શૈક્ષણિક અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિકલી ટેસ્ટ તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને A1 મિશન પરીક્ષાની પુરવણી બતાવવામાં આવી હતી અને યુનિટ ટેસ્ટ-1 માટે જરૂરી માર્ગદર્શન કે જેમાં ભૂલો કેવી રીતે ટાળી શકાય અને કચાશ દૂર કરીને સારું પરિણામ મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.