શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખૂબ જ અગત્યનો હોય છે, જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાંખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતાં પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્ત્વની ગણાય, એ દ્રષ્ટિએ દરેક વર્ષે નવા સત્રની શરૂઆતમાં શિક્ષક-વાલી વચ્ચેની પરિચય મિટિંગ થવી જોઈએ. આ મુલાકાત એકમેકની ફરિયાદ કરવા માટેની નહીં થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ કેમ કે તેમ થવાથી બંને પક્ષને કોઈ લાભ તો થતો જ નથી, પરંતુ વિદ્યાર્થીઓના વિકાસમાં તે અવરોધરૂપ બની જાય છે.
વાલીના પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તે જ હોવો જોઈએ. આ માટે તેમના મનમાં આવા પ્રશ્નો હોય એ ઇચ્છનીય છે કે: મારુ સંતાન બીજા બાળકો સાથે ભળી શકે છે ખરું? સમૂહ પ્રવૃત્તિઓમાં તેની સામેલગીરી કેવી રહે છે? વાંચન-લેખન માટે હું (વાલી તરીકે) તેને કઈ રીતે મદદરૂપ થઈ શકું તેમ છું? મારા સંતાન માટે કોઈ ખાસ પ્રવૃત્તિનું સૂચન છે? સંતાનની ઘરવર્તણૂક સામે કોઈ રજૂઆત કરવાની છે? આવા પ્રશ્નોનાં સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી સંતાનના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે.
શિક્ષકો સાથેની મુલાકાત બાબતે બીજી એક-બે વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. એક, અગાઉથી ચોક્કસ સમય નક્કી કરીને જ મળવું જોઈએ અને બે, આવી મુલાકાતો બહુ લાંબી ન જ થવી જોઈએ. જે તે શિક્ષકના વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ હોય છે એટલે દરેકનું વ્યક્તિગત સમાધાન એકસાથે ન થઈ શકે. હા, આવી મુલાકાતમાં પણ દોષારોપણને બદલે સમસ્યાના સમાધાનને શોધવાની કવાયત રહેવી જોઈએ. આ માટે શિક્ષક અને વાલી બંને પ્રસન્ન હોય એ અત્યંત આવશ્યક છે. જે તે વિદ્યાર્થીની નબળાઈ અને ક્ષમતા(તાકાત)થી વાકેફ થઈ ને ચર્ચા થાય તો વિદ્યાર્થીના વિકાસમાં નક્કર કામ થઈ શકે છે.
જેના ભાગરૂપે ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે સુનિતા મેકર્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ દરેક પ્રકારના આયોજનો કર્યા હતા જેમાં ફૂડ સ્ટોલ, બિઝનેસ સ્ટોલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ટિવિટી, સાયન્સ મેથ્સ પ્રોજેક્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે દરેકનું સંચાલન પણ વિદ્યાર્થીઓએ જાતે કર્યું હતું. ઘણાં બધા વાલીશ્રીઓએ શાળાની મુલાકાત લીધી હતી. મહેમાન શ્રીઓ દ્વારા પણ આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો. દરેક પરફોર્મન્સ માટે વિદ્યાર્થીઓ માટે ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ દરેક પ્રવૃત્તિને ઉત્સાહ ભેર માણી હતી.
જેના ભાગરૂપે શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા.૧૭/૧૨/૨૦૨૩ના રોજ વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવાળી વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલા હોમવર્કની લીધેલ પરીક્ષા ની ઉત્તરવહીઓ બતાવવામાં આવી હતી તેમજ આગામી યુનિટ ટેસ્ટ ની પૂર્વ તૈયારી અંગેની માહિતી આપવામાં આવી હતી મીટીંગ બાદ વાલી મિત્રો મેકર્સ ડે આયોજનને મુલાકાત લીધી હતી.આ હેતુથી શાળા કક્ષાએ આયોજિત આ વાલી મીટીંગમાં ઉપસ્થિત તમામ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓને ગજેરા ટ્રસ્ટ, ગજેરા શાળા પરીવાર, આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓએ વાલીશ્રીઓને, વિદ્યાર્થીઓને સારી રીતે અભ્યાસ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.