શાળા વિદ્યાર્થીઓના જીવનનો મહત્વનો અને જરૂરી પડાવ છે. વિદ્યાર્થી શાળામાં પોતાના જીવનઘડતરના પાઠ શીખે છે. અનેક પ્રવૃત્તિઓ દ્વારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને જાણી-વિચારીને વિદ્યાર્થીઓને જણાવે છે. પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ વધારે મૂંઝવણ અનુભવે, વિદ્યાર્થીઓ ક્યાં વિષયમાં વધારે મહેનતની જરૂર છે અને વિદ્યાર્થી વધારેમાં વધારે સારી રીતે કેમ ભણી શકે તે હેતુ સાથે શાળા કક્ષાએ વાલી મીટીંગનું આયોજન થતું હોય છે.
આથી તા.૦૪/૧૧/૨૦૨૩ ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં વાલીઓ અને શિક્ષકો વચ્ચે વિધાર્થીઓના ભવિષ્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓની પ્રગતિ વિશે વાલીશ્રીઓને માહિતગાર કરી પરીણામ પત્રક એનાયત કરવામાં આવ્યા હતાં.
વાલી મિત્રોને નીચે જણાવ્યા પ્રમાણેની માહિતી આપવામાં આવી.
દિવાળી વેકેશન તારીખ ૦૯/૧૧/૨૦૨૩ થી તારીખ ૨૯/૧૧/૨૦૨૩ સુધી રહેશે ૩૦/૧૧/૨૦૨૩ થી શાળા રાબેતા મુજબ ચાલશે.
દિવાળી વેકેશનનું હોમવર્ક GEMS એપ્લીકેશનમાં આપવામાં આવશે.
ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માટે દિવાળી ગૃહકાર્ય માટે કુલ બે પ્રશ્નપત્રો આપવામાં આવશે. જે પૈકી કોઈપણ એક પ્રશ્નપત્ર લખવા માટે અને બીજું વાંચવા તેમજ મૌખિક તૈયારી માટે રહેશે. તારીખ ૪/૧૨/૨૦૨૩ ના રોજથી રીવીઝન ટેસ્ટ શરૂ થશે. જેનું સમયપત્રક EMS દ્વારા જણાવવામાં આવશે.
ધોરણ ૮, ૯ અને ૧૧ માં આપેલું દિવાળી ગૃહકાર્ય સમયસર પૂર્ણ કરી સત્ર ૨ ની શરૂઆતમાં જે તે વિષયશિક્ષકને બતાવવાનું રહેશે.
આવતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બદલાશે જેની નોંધ લેવા વાલીમિત્રોને જણાવવામાં આવ્યું.
દરેક ધોરણદીઠ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવ્યા. તેમજ અન્ય સર્વ વિદ્યાર્થીઓ પણ વેકેશનમાં દરરોજ વધુમાં વધુ ૨ કલાક જેટલું વાચન-લેખન કરે અને બીજા સત્રમા વધુ મહેનત કરી ઉત્તમ પરિણામ મેળવવા પ્રયાસ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
“સર્વે વિદ્યાર્થીઓ અને તેમના પરીવારને દિવાળી પર્વની શુભકામનાઓ”.