વાલી મીટીંગ – સપ્ટેમ્બર

વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારી રીતે પ્રગતિ કરી શકે તેમજ સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે હેતુથી શાળાઓમાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે. વાલી મીટીંગ દરમ્યાન શિક્ષક અને વાલી વચ્ચે વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે અને વિદ્યાર્થી કઈ રીતે સફળ થાય તે વિશે ચર્ચા કરવામાં આવે છે. તો આજરોજ તા. ૧૪/૦૯/૨૦૨૪, શનિવારે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ, તેમજ અભ્યાસમાં કઈ રીતે સફળતા પ્રાપ્ત થાય તે હેતુસર સુંદર વાલી મિટિંગનું  આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ઉતરોતર પ્રગતિ કઈ રીતે કરે તેના વિશે પણ વાલીઓ સાથે શિક્ષકોએ ઊંડાણ પૂર્વક ચર્ચા વિચારણા કરી હતી.

       વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં શાળાનો  મહત્વનો ભાગ હોય છે. વિદ્યાર્થી શાળામાં નવા – નવા પાઠ શીખે છે તેમજ વિવિધ પ્રકારની ઈત્તર પ્રવુંતિઓમાં ભાગ લઇ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે છે અને આ કાર્યમાં શાળા તેમજ શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ અને ઉપાચાર્યશ્રીઓ તેમજ અન્ય કર્મચારીઓનો પણ સાથ સહકાર હોય છે આવી રીતે અનેક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વિશિષ્ટ શક્તિ અને સુષુપ્ત શક્તિ બંનેને બહાર લાવવાનું કામ શાળા દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીના સર્વાંગી જીવન ઘડતરમાં જેટલું મહત્વ શિક્ષકનું છે તેટલી જ જવાબદારી વાલીશ્રીઓની પણ છે. વાલી પોતાના બાળકો પ્રત્યે જેટલા જાગૃત થશે. એટલુ જ  પોતાના બાળકને સારું માર્ગદર્શન આપી શકશે અને બાળકને ગેરમાર્ગે જતા રોકી શકશે. તેમજ સાચી અને યોગ્ય દિશા સુચન આપી શકશે. બાળક શાળામાં આવીને સર્વાંગી વિકાસને અનુરૂપ અભ્યાસ કરે છે પણ જ્યારે શાળામાં નથી હોતો ત્યારે તે માતા પિતા પાસેથી  ઘણું બધું શીખતો હોય છે.

       આગામી આવનાર દિવસોમાં (તા.૩૦/૦૯/૨૦૨૪ થી) લેવાનાર પ્રથમ સામાયિક પરીક્ષામાં વિદ્યાર્થીઓ દરેક વિષયમાં કઈ રીતે પેપરના જવાબ લખે અને કઈ રીતે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી. શિક્ષકશ્રીઓ દ્વારા વાલીશ્રીઓને ઘરે વિદ્યાર્થીઓને કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગે સમજાવવામાં આવ્યા.

       ગજેરા વિદ્યાભવન બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. તે હેતુસર  દર મહિને વાલી મીટીંગનું આયોજન કરીને શિક્ષક અને વાલી બંને વચ્ચે તાદાત્મ્ય જળવાઈ રહે તેમ જ વિદ્યાર્થી નો સતત અને સર્વગ્રાહી વિકાસ થતો રહે તે માટે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *