” શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિ ઓનો મુકાબલો કરવાની શક્તિ.”
શિક્ષક અને સડક બંને સરખા પોતે ત્યાંના ત્યાં જ રહે છે પણ બીજા અનેકને મંઝિલ સુધી પહોંચાડે છે.
કેળવણી સમાજના ઘડતર નો પાયો છે આ ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે શિક્ષકનો સમાજ આગવું સ્થાન અને કર્તવ્ય છે.
જ્યારે શિક્ષણની પણ બે બાજુઓ છે એક બુદ્ધિનો વિકાસ અને બીજી બાજુ છે વ્યક્તિત્વની શુદ્ધિ. બાળકની બુદ્ધિનો વિકાસ કોઈપણ પ્રતિભાષાડી શિક્ષક કે શિક્ષિત વ્યક્તિ જ કરી શકે છે.
આજના બાળકો આવતીકાલના નાગરિકો છે આપણા કુટુંબ ગામ સમાજ અને દેશને સુખી સમૃદ્ધિ બનાવવા માટે જરૂરી છે અને આ મહત્વપૂર્ણ જવાબદારી બાળકોના વડીલો માતા-પિતા અને શિક્ષકોની છે તુ આ સંપૂર્ણ ત્રિવેણી સમન્વય રચીને અને આ જવાબદારીનો સભાન પણે નિર્વાહ કરવો જ જોઈએ.
શિક્ષક મિત્રો શાળામાં વિદ્યાર્થીઓને તાલીમ આપે છે તેમની સંભાળે છે નવું નવું પોતે પણ જાણે છે ને બાળકોને પણ નવું નવું શીખવે છે ગણિત વિજ્ઞાનના મોડલ જેવી ઘણી બધી નવી બાબતો પણ શીખવે છે વર્ગખંડમાં વિભિન્ન એક્ટિવિટી સાથેનો પ્રેકટીકલ જ્ઞાન પૂરું પાડે છે આમ તમામ વિદ્યાર્થીઓ માટેની જરૂરીયાત શિક્ષક પુરી પાડે છે.
તેથી જ વિદ્યાર્થીઓએ તેને આવડે તેને મહેનત ક્યાં સુધી સફળ બનાવી છે તેની જાણકારી માટે જ આપણે આ વાલે મીટીંગ કે જેનો અર્થ વાલી સાથેનો એક સંપર્ક વિદ્યાર્થી વિશેની જાણકારી અને તેનું માર્ગદર્શન કરનાર માર્ગદર્શક સાથેનો સંપર્ક એવો થાય છે.
આમ આજે 15/2/2025 ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલા શૈક્ષણિક અને પ્રાયોગિક ભાષાઓની ચર્ચા શિક્ષક મિત્રોએ વાલી મિત્રો સાથે કરી હતી. બીજા સત્રના જાન્યુઆરી મહિનામાં લીધેલી વિકલી ટેસ્ટ ના પેપર પણ બતાવવામાં આવ્યા. શિક્ષક મિત્રોએ બાળકોના અભ્યાસને લગતી વાતો કરી તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાની વિગતો અને માહિતી આપી.
અમારા આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ પરીક્ષા સમય નજીક હોવાથી બાળકોમાં ઉત્સાહ વધારવાના હેતુથી વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.