“શિક્ષણ જીવનની તૈયારી નથી, જીવન જ શિક્ષણ છે.તેથી શિક્ષણ જીવનને પરિવર્તન શીલ રાખે છે.”
માનવી એક સામાજિક પ્રાણી છે અને તેને સામાજિક બનાવવાનું કામ સમાજની સાથે શિક્ષણ પણ કરે છે .આ રીતે જોઈએ તો સમાજમાં પરિવર્તનનું કામ શિક્ષણનું છે તેથી સમાજમાં પરિવર્તન થતું રહે છે.
શિક્ષણ બાળકમાં રહેલી વિશેષતાઓને ખીલવવાનું કાર્ય છે. એટલે કે વિદ્યાર્થીની શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરે છે. બાળકમાં એકાગ્રતા લાવવાનું કાર્ય શિક્ષણ કરે છે. જેમાં શિક્ષકો વિદ્યાર્થીના માર્ગદર્શક બની વિદ્યાર્થીને સલાહ , સૂચના આપી માર્ગદર્શન પૂરું પાડે છે.
આજ રોજ તારીખ 27/01/2024 ના રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે શાળાના આચાર્યાશ્રી છાયાબેન ભાઠાવાલાના માર્ગદર્શક હેઠળ શૈક્ષણિક વર્ષ 2024ના જાન્યુઆરી માસની વાલી મિટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક દ્વારા વિવિધ શૈક્ષણિક મુદ્દાઓ વિશેની ચર્ચા કરવામાં આવી હતી. જેવા કે લેખન વાંચનને લગતા વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નો શિક્ષકશ્રીઓ દ્વારા વાલીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી.
આ ઉપરાંત વિકલી યુનિટ ટેસ્ટ માટે ઓપન હાઉસ રાખવામાં આવ્યું. જેમાં વાલીઓ એ પોતાના બાળકોના ટેસ્ટ પેપરની ચકાસણી કરી. જે વાલીઓને કોઈ પ્રશ્ન હોય તો તે ચર્ચા શિક્ષકો સાથે કરવામાં આવી.તારીખ 1/02/2024 થી 20 માર્ક્સની યુનિટ ટેસ્ટ શરૂ થઈ રહી છે તેની માહિતી વાલીઓને આપવામાં આવી.
આમ, શાળા દ્વારા યોજાયેલ આ વાલી મિટિંગમા વાલીઓ ઉત્સાહ સાથે હાજર રહ્યા હતાં. તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નોની મુક્ત મને ચર્ચા કરવામાં આવી.