વિજ્ઞાન દિવસ : જ્ઞાન અને નવીનતા ઉજવવાનો દિવસ

                      વિજ્ઞાન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. વિશ્વભરમાં વિજ્ઞાન દિવસ વિવિધ દેશોમાં અલગ-અલગ તારીખે ઉજવવામાં આવે છે, પરંતુ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય ભૌતિકશાસ્ત્રી સી.વી. રામનની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે 1928માં “રામન ઇફેક્ટ”ની શોધ કરી હતી અને 1930માં નોબેલ પુરસ્કાર જીત્યો હતો 

            વિજ્ઞાન દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વૈજ્ઞાનિક વિચારધારા અને નવીનતા પ્રત્યે રસ જાગૃત કરવો છે. આ હેતુને સિદ્ધ કરવા અમારી શાળામાં વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓમાં રહેલી આવડત અને કૌશલ્યને રજૂ કરતા વિવિધ વિજ્ઞાનના મોડેલો રજૂ કર્યા હતા.જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.વિધાર્થીઓએ આ મોડેલો દ્વારા વિજ્ઞાનની મહત્ત્વતા સમજાવી હતી.

          વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ આપણા જીવનની ગુણવત્તા સુધારવામાં અને નવું ભવિષ્ય ઘડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે.

                  આજના યુગમાં વિજ્ઞાન વિના જીવન અકલ્પનીય છે. ચિકિત્સા, સંચાર, પરિવહન, કૃષિ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં વિજ્ઞાનનો ઉપયોગ જીવન સરળ અને આરામદાયક બનાવે છે. ડિજિટલ ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, અને અવકાશ સંશોધન જેવા ક્ષેત્રો માનવજાતિ માટે નવિન શોધો અને પ્રગતિનું દરવાજું ખોલી રહ્યા છે.

                   વિજ્ઞાન દિવસ આપણને પ્રેરિત કરે છે કે આપણે નવીનતા અને સંશોધન પ્રત્યે ઉત્સુક રહીએ. આજે યુવાનો માટે નાનકડી જિજ્ઞાસા અને પ્રયાસો પણ ભવિષ્યમાં મોટી શોધનું સ્વરૂપ લઈ શકે છે જેની શરૂઆત શાળાના ધોરણે કરવામાં આવે છે અમારી શાળા આ હેતુ સિદ્ધ કરે છે તે માટે અમે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવીએ છીએ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાથી આપણું જીવન વધુ તર્કસંગત અને સાર્થક બની શકે છે.

            આવી રીતે, વિજ્ઞાન દિવસ માત્ર એક ઉજવણી નથી, પણ નવું શીખવાનો અને અનોખી શોધ તરફ પગલું ભરવાનો એક ઉત્સવ છે.

                તેથી આવો એક ઉત્સવ ઉજવવાનો પ્રયાસ અમારી શાળાના બાળકો દ્વારા પણ હાથ ધરવામાં આવ્યો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ મોડેલ પ્રદર્ષિત કરી પોતાના માં રહેલ આવડતને ઉજાગર કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *