આપણી શિક્ષણ વ્યવસ્થા એ સાચા અર્થમાં કેળવણીની વ્યવસ્થા છે. આધ્યાત્મિક મૂલ્યોની સાથે આપણા વિદ્યાર્થીઓના જ્ઞાનનું સિંચન પણ આપણી શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહ્યું છે. જ્યાં શાંતિ સહકાર અને અનુકૂલન હશે ત્યાં આપણે દરેક પ્રકારે સિધ્ધી હાંસલ કરી શકીશું. જ્યાં વાલી અને વિદ્યાર્થી શિક્ષકને સંપૂર્ણ સહકાર આપશે ત્યારે વિદ્યાલયની વ્યવસ્થાઓ અને શિક્ષક એ શિક્ષણ માટે સમર્પિત થશે અને વિદ્યાર્થીના વિકાસના ઉત્થાનમાં પોતાનું સમર્પણ રેડી દે છે .
વિદ્યાર્થીના જીવન રચનામાં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલીઓનો પણ એટલો જ ફાળો હોય છે. અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદ સેતુ જળવાઈ રહે તે ખૂબ જ મહત્વનું છે.
વાલીશ્રીને વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ અંગે માહિતી આપવી વર્ગમાં વિદ્યાર્થીઓના વર્તન અને શિસ્ત અંગે વાત કરવી વિશેષ ધ્યાનની જરૂર હોય તેવા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન માંગવું અને વાલીઓને ઘરના વાતાવરણમાં શૈક્ષણિક સહયોગ આપવા માટે પ્રેરિત કરવાનું હોય છે .
શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને શિક્ષકોને એક મંચ પર લાવે છે. આજના સમયમાં બાળકોની શૈક્ષણિક અને સામાજિક વૃદ્ધિ માટે માત્ર શાળા અથવા માત્ર પરિવાર પૂરતો નથી. પરંતુ બંને વચ્ચે સહયોગ અને સમાજ અત્યંત જરૂરી છે. આ માટે વાલી શિક્ષક મીટીંગ એક મજબૂત પુલ તરીકે કાર્ય કરે છે.
પરીક્ષા એ વિદ્યાર્થીના જ્ઞાન સમજ અને મહેનતનું મૂલ્યાંકન કરવાની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે વિદ્યાર્થીઓ આખું વર્ષ જે વિષયનો અભ્યાસ કરે છે તેમનું મૂલ્યાંકન પરીક્ષાઓ દ્વારા થાય છે. પરિણામે વિદ્યાર્થીની પ્રગતિનો અહેવાલ છે .જે બતાવે છે. કે તેણે પોતાના અભ્યાસમાં કેટલી પ્રગતિ કરી છે. પરીક્ષાનું પરિણામ માત્ર ગુણફળ કે ટકાવારી પૂરતું નથી. પરંતુ તે વિદ્યાર્થીની મહેનત સમર્પણ અને આત્મવિશ્વાસનો પરિચય આપે છે.
પરીક્ષાનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણીઓ જન્મે છે કેટલાક વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ મેળવ્યું એ હેતુથી આજ રોજ તારીખ 11-10-2025 ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે ગજેરા ટ્રસ્ટ અને ગજેરા શાળા પરિવાર દ્વારા શાળાના ટ્રસ્ટી શ્રીમતી સુનિતાબેન ગજેરા ના જન્મદિવસના દિને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે યોગ્ય મંચ પૂરું પાડે અને વિદ્યાર્થીઓ પોતાની આવડતને રજૂ કરી શકે તે માટે શાળાના મેનેજિંગ શ્રીચુનીભાઇ ગજેરા અધ્યક્ષ સ્થાને કિંજલબેન ગજેરા ના માર્ગદર્શન તેમજ આચાર્યશ્રી દિપ્તીબેન અને અતિથિ વિશેષ કાર્યની ઉપસ્થિતિમા ‘સંસ્કૃતિ સોપાન‘ અંતર્ગત ‘મેકર્સ ડે‘ ની ઉજવણીની કરવામાં આવી હતી.
આમ મેકર્સ ડે નિર્માતા દિવસએ એક એવો દિવસ છે જ્યારે અમે દર વર્ષે ૧૨ ઓક્ટોબરે સ્વર્ગસ્થ ટ્રસ્ટી શ્રીમતી સુનિતાબેન ગજેરાના જન્મ જયંતી પર તેમના યાદમાં આ ઉજવણી કરવામાં આવે છે .આ એમનું એક સ્વપ્ન હતું કે બાળકોને આવું કઈ અલગ મંચ આપી તેઓ પોતાની કળા વિકસાવી આગળ આવે મશિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનો સાથ સહકારથી વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે મેકર્સ ડે ની ઉજવણી કરી શક્યા હતા સાથે સાથે ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓન અને વાલી મિટિંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી શાળાના આચાર્યશ્રી દ્વારા ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીને પ્રથમ ત્રણ નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત શબ્દો દ્વારા બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો .સાથે સાથે આજરોજ જે વિદ્યાર્થીઓએ‘ મેકર્સ ડે ‘ માં ભાગ લીધો હતો તે વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપ્યું હતું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ સાથે શાળા પરિવાર વતી બાળકોને બિરદાવ્યા હતા .