વિદ્યાર્થી પ્રેરણાનું પ્રતિબિંબ

આજરોજ શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણના ટ્રસ્ટીશ્રી અને માર્ગદર્શક એવા ચુનીભાઈ ગજેરાના જન્મદિનની Student day તરીકે ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓને રંગોની ઓળખ  થાય એ હેતુસર ધોરણ 1 અને 2 માં રંગપૂરણીની પ્રવૃત્તિ અને ધોરણ 3 થી 8 માં બર્થ ડે કાર્ડ મેકિંગની પ્રવૃત્તિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

Student dayની ઉજવણી દર વર્ષે એક ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ચુનીભાઈ ગજેરા શિક્ષકની જેમ એક માર્ગદર્શક છે તેમજ તેમની બોલવાની શૈલી, સમજવાની રીત અને દરેક વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત રીતે જોડાવવાનો પ્રયાસ હંમેશા હદય સ્પર્શી રહ્યો છે તો ક્યારેક તેમનું ધીરજપૂર્વક આપણને સમજાવવું. સાહેબનું જીવન માર્ગ પરનો એક દીવો છે જેમણે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે.

ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓએ માત્ર રંગપૂર્ણ જ નહીં પરંતુ પોતાના મન , કલ્પના અને ભાવનાઓને કાગળ પર કંડારી શક્યા હતા. જેમાં નાના નાના ભૂલકાઓએ વિવિધ પ્રકારના રંગો દ્વારા ખુબ જ સરસ રીતે કેકમાં રંગપૂરણી આનંદ અને ઉલ્લાસ દ્વારા કરી હતી.

તેમજ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓએ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારના કાર્ડ બનાવ્યા અને તેની સુંદર રીતે સજાવટ કરી શક્યા હતા. આમ, તમામ બાળકોએ પોતાનામાં રહેલી કળાઓને ખીલવી શક્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *