આજે વિશ્વ સામે સૌથી મોટો પડકાર કોઈ હોય તો તે ‘પાણી’ છે. આજે દુનિયામાં ઘણાં દેશો અને પ્રદેશો એવાં છે જ્યાં પીવા માટેનું પાણી પણ પુરતું નથી. આથી પાણીને લગતી સમસ્યા કોઈ એક પ્રદેશ પુરતી નથી, પરંતુ આ સમસ્યા અને તેની અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. આથી જ પાણીની આ તમામ સમસ્યાઓનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા અને પાણીનું ઓછું થતું સ્તર કઈ રીતે ઉપર આવી શકે તેમજ વિશ્વમાં જે રીતે જળ સંકટ મહાન સંકટ બની રહ્યું છે ત્યારે આ તમામ મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ચર્ચા કરવા માટે ઇ.સ.૧૯૯૧માં સ્ટોકહોમથી વિશ્વ જળ સપ્તાહની શરૂઆત કરવામાં આવે છે. આ સપ્તાહની ઉજવણી દર વર્ષે જુદી જુદી થીમ દ્વારા કરવામાં આવે છે. આથી વર્ષ ૨૦૨૩માં ‘સીડ્સ ઓફ ચેન્જ : વોટર-વાઈસ વર્લ્ડમાં ઇનોવેટીવ સોલ્યુશન’ થીમ સાથે વિશ્વ જળ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરના મુખ્ય લીડર, બીઝનેસમેન, એક્ટીવિસ્ટસ અને જળ સંપદાનું સંશોધન કરનારા સંશોધકો એક પોતાના વિચારો રજૂ કરે છે. જ્યાં પાણીનું સંચાલન કરવાની નવી અને સ્માર્ટ રીતો શોધી રજૂ કરે છે તો એકબીજા પાસેથી નવું શીખવા અને નવીન ઉકેલો પર સહયોગ કરવા આ સપ્તાહની ઉજવણીમાં જોડાય છે.
આથી અમારી શાળાના વિદ્યાર્થીઓ પાણીનું મહત્ત્વ સમજે અને પાણીની સમસ્યાનો સામનો કઈ રીતે કરી શકાય તેના વિશે જાણકારી મેળવે તે માટે એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અમારી શાળામાં જળ અને તેના પડકારોને કેન્દ્રમાં આખી વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેથી ભવિષ્યમાં પાણી પર આવતા સંકટોથી બચી શકાય અને પાણીની અછતવાળા વિશ્વના ભાગો વિશે જરૂરી વિચારો, નવીનતાઓ અને શાસન પ્રણાલીઓની વિચારણા કરવા પ્રયાસ કરી શકાય. તો વિશ્વમાં પાણીએ લગતી સમસ્યાઓ અને તેની માટે થતાં વિવિધ કાર્યોને વિદ્યાર્થીઓએ પોતાની કળાના રંગો દ્વારા ચિત્ર રૂપે રજૂ કર્યા હતા. આ તમામ ચિત્રોમાં ‘જળ એ જ જીવન’નું સૂત્ર કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું. આ અમારી શાળાના વિદ્યાર્થીઓ પાણી અને જીવનમાં તેનું કેટલું મહત્વ છે તે સારી રીતે સમજી શકે તે માટે વિશ્વ જળ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
આમ, વિશ્વ જળ સપ્તાહ એક એવી પરિષદ છે જેનો મુખ્ય કેન્દ્ર્વતી વિચાર પાણી છે, જે જીવનનો મુખ્ય આધાર છે. આથી શાળા કક્ષાએ આ પ્રકારની ઉજવણી બાળકોમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરે છે આથી જ આ સમગ્ર આયોજન બદલ શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા અને આચાર્યશ્રી છાયાબેન ભાઠાવાલા અને સર્વ શાળા પરિવાર વતી સૌને શુભકામનાઓ પાઠવી હતી.