” મનમોહક આકૃતિ એટલે પ્રકૃતિ”
આ પ્રકૃતિ છે મહેકતી હવાઓની મસ્તીભરી પ્રવૃત્તિ
આ પ્રકૃતિ છે અલબેલા રંગોથી રંગાયેલી કોઈ ચિત્રકાર ની કૃતિ”
જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર પ્રકૃતિની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો સજીવોનુ જીવન છે જ્યારે માનવી માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ, જમીન અને જનાવર પર્યાપ્ત માત્રામાં હોય. આપણો દેશ નદીઓ, જંગલ અને વન્ય જીવ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે ત્યારે જ જીવન ટકી રહેશે પ્રકૃતિ પ્રત્યેની જાગરૂતીના હેતુથી દર વરસે 28 જુલાઇએ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે.આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે, સ્વસ્થ વાતાવરણ સ્વસ્થ માનવ સમાજનો આધાર છે. વર્તમાન અને ભવિષ્યની પેઢીના હિત માટે આપણે પ્રાકૃતિક સંશાધનોનું સંરક્ષણ કરવું પડશે. વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો મુખ્ય ઉદ્દેશ એવા પશુઓ અને વૃક્ષોનું સંરક્ષણ કરવાનો છે જે લૃપ્ત થવાના આરે છે. પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ પૃથ્વીના રક્ષણ માટે મહત્વપૂર્ણ છે. આ દિવસ આત્મનિરીક્ષણને અવસર પ્રદાન કરે છે કે, આપણે કેવા પ્રકારની પ્રકૃતિનો દૂરપયોગ કરી રહ્યા છે . પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવાનો હેતુ પ્રકૃતિનાં સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવાનો છે.
પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ આપણે કુદરતી હોનારતનો સામનો કરવો પડે છે. ગ્લોબલ વૉર્મિંગ, મહામારીઓ, કુદરતી આપત્તિઓ, તાપમાનનું વધવું વગેરે જેવી સમસ્યાઓ પ્રકૃતિમાં અસંતુલન સર્જાવાને કારણે જ થાય છે. કુદરતનું સંવર્ધન કરવા માટે કાયમી વિવિધ ઉપાયો કરતા રહેવું જરૂરી છે.
આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ અમારી શાળા શ્રીમતી એસ.એચ .ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો
શાળાના આચાર્યશ્રી અને ઉપાચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રકૃતિને લગતી પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી .
શાળાના આચાર્યશ્રી અને ઉપાચાર્ય દ્વારા દીપ પ્રાગટ્ય કર્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રકૃતિને લગતી પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી .
ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર બાળગીતો રજૂ કર્યા હતા આ સ્પર્ધામાં 1,2,3 નંબરો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓએ સુંદર મજાના વર્ષા ગીતો રજૂ કર્યા હતા. જેનાથી વાતાવરણ જાણે કે વરસાદી ભીનાશ થી ભીંજાઈ ગયું હોય તેવો અનુભવ થયો આ સ્પર્ધામાં પણ
1,2,3 નંબર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ ઉપરાંત ધોરણ 6 અને 7 ના વિદ્યાર્થીઓએ સુંદર મજાના લોકગીતો ની રજૂઆત કરી હતી જેમાં જાણે કે લોકસાહિત્યની ઝલક જોવા મળતી હતી આ વિદ્યાર્થીઓમાંથી પણ 1,2,3 નંબરો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
“આ પ્રકૃતિ છે મીઠા બાળકના નિર્દોષ હાસ્ય ની પ્રતિકૃતિ
આ પ્રકૃતિ છે સર્વ ચિત્તા રૂપી ચિંતાઓમાંથી નિવૃત્તિ
આ પ્રકૃતિ છે દૂર કરનાર માનવ મનની દરેક વિકૃતિ”