વિશ્વ યુવા દિવસ

મનથી રહે  જે બલવાન, છેલ્લો શ્વાસ કહે યુવાન. “

       કોઈપણ દેશ કે સમાજની સૌથી મોટી સંપત્તિ છે માનવ સંસાધન. તેમાં પણ ખાસ કરીને દેશના વિકાસના પાયામાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. જે દેશમાં યુવાનો હોય તેનો વિકાસ દર ઝડપી હોય છે. દેશનું યુવા ધન તેના વિકાસને આકાશથી ઉંચી ઇમારતો સુધી જીવંત રાખે છે.

 

     આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. — સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત સરકારે તેનું કારણ આપતાં કહ્યું છે કે – ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શોનું એમણે પાલન કર્યું તથા જેમનો એમણે ઉપદેશ આપ્યો, એ ભારતના યુવા વર્ગ માટે પ્રેરણાનો મહાસ્રોત્ર બની શકે તેમ છે.’ તેના સંદર્ભમાં ભારત સરકારે રાષ્ટ્રીય યુવા સપ્તાહ (૧૨ થી ૧૯ જાન્યુઆરી) ઉજવવા અને કાર્યક્રમો યોજવા નિર્દેશો આપ્યા છે, તેમાંથી એક સ્વામી વિવેકાનંદના આદર્શો પર વિચાર કરવાને મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે.

       આ દિવસે દેશ ભરમાં આવેલાં વિદ્યાલયોમાં તેમ જ મહાવિદ્યાલયોમાં તરહ-તરહના કાર્યક્રમ યોજવામાં આવે છે; રેલીઓ કાઢવામાં આવે છે; યોગાસનની સ્પર્ધા આયોજિત કરવામાં આવે છે; પૂજા-પાઠ કરવામાં આવે છે, વ્યાખ્યાનના કાર્યક્રમ યોજવામાં આવે છે અને સ્વામી વિવેકાનંદના સાહિત્યને લગતાં પ્રદર્શનો કરવામાં આવે છે. વાસ્તવમાં સ્વામી વિવેકાનંદ આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ છે. વિશેષ કરીને ભારતીય યુવકો માટે સ્વામી વિવેકાનંદ કરતાં વધારે યોગ્ય બીજા કોઈ નેતા નહીં હોય શકે. એમણે આપણને કેટલીક એવી વસ્તુઓ આપી છે જે આપણામાં પોતાના ઉત્તરાધિકારના રૂપમાં પ્રાપ્ત થયેલી પરંપરાઓ પ્રતિ એક પ્રકારનું અભિમાન જાગૃત કરી દે છે. સ્વામીજીએ જે કંઇ પણ લખ્યું છે, તે આપણા માટે હિતકર છે અને હોવું જ જોઈએ તથા આ લેખન ભવિષ્યમાં આવનારા લાંબા સમય સુધી આપણને પ્રભાવિત કરતું રહેશે. પ્રત્યક્ષ યા અપ્રત્યક્ષ રૂપમાં એમણે વર્તમાન ભારતને દૃઢ રૂપથી પ્રભાવિત કર્યું છે. ભારત દેશની યુવા પેઢી સ્વામી વિવેકાનંદ તરફથી નિઃસૃત થનારા જ્ઞાન, પ્રેરણા તેમ જ તેજના સ્રોત દ્વારા લાભ ઉઠાવશે.

       કાર્ય, કાર્ય અને કાર્ય જ કરો બાલિશ વાતો બંધ કરો ઈશ્વરની વાતો કરો માનવ જીવન એટલું ટૂંકું છે. છળ કપાટ અને હવાઈ ખ્યાલો વિશેની વાતોમાં એને વેડફી નાખવું ન પાલવે. આપણે પોતે કાંઈ કરતા નથી અને બીજા કંઈ કરે તેની હસી ઉડાવીએ છીએ. આ ઝેરથી જ આપણા રાષ્ટ્રની અધોગતિ થઈ છે બધા દુઃખનું મૂળ સહાનુભૂતિ તેમજ ઉત્સાહનો અભાવ છે. તેથી આ બંને ખામી તજવી જોઈએ અમુક માણસોમાં કેટ કેટલી શક્તિઓ છે તે ઈશ્વર સિવાય કોણ જાણી શકે? સૌને તક આપો બાકીનું બધું ઈશ્વર પર છોડો.

         આપણા દેશને અત્યારે લોખંડી સ્નાયુઓ અને પોલાદિક જ્ઞાનતંતુઓની જરૂર છે. જેનો કોઈ સામનો કરી ન શકે. વિશ્વના રહસ્યો અને કોયડાઓમાં પ્રવેશ કરી શકે અને સમુદ્રને તળિયે પહોંચીને મોતનો સામનો કરવો પડે તો તેમ કરીને પણ પોતાનો હેતુ પાર પાડી શકે તેવી જબરદસ્ત ઈચ્છા શક્તિની આપણને જરૂર છે. 

અમારી શાળા ગજેરા વિદ્યાભવનમાં પણ યુવા દિન  નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચથી આઠના વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગ લીધેલ હતો. નિર્ણાયકશ્રી દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો. તેમ જ આ સ્પર્ધામાં  વિજેતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *