13 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને અપનાવવામાં આવ્યો હતો. આ પછી યુનેસ્કોએ આ દિવસને 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો હતો.
શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણના ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓને તારીખ 10/02/2024 ના રોજ 94.3 MYFM દૈનિક ભાસ્કર, વેસુ ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ RJ સાથે રૂબરૂ વાતચીત કરી વિવિધ માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓએ રેડિયો સ્ટેશન સંચાલન-પ્રસારણ બાબત અનેક પ્રકારના પ્રશ્નો પૂછીને પોતાના પ્રશ્નનો નિરાકરણ મેળવ્યું હતું. RJ અમીરસા સાથે વાતચીત ચર્ચા કર્યા બાદ એડિટિંગ સ્ટુડિયોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સ્ટુડિયોમાં એડિટિંગ કયા પ્રકારે થાય છે, જ્યારે લાઈવ કાર્યક્રમમાં નથી હોતા અથવા તો અમુક કાર્યક્રમોને એડિટ કરીને લાઈવ કરવાના હોય છે તેવા સમયે પહેલેથી કેવી રીતે કામ કરવામાં આવે છે, કેવી રીતે એક જ વ્યક્તિના અલગ અલગ અવાજોને ચોક્કસ flow માં મૂકવામાં આવે છે વગેરેની માહિતી આપી હતી. આના ઉપરથી વિશાળ પડદા એટલે કે ફિલ્મ સિનેમામાં કયા પ્રકારે વોઇસ ડબીંગ અને વોઇસ એડિટિંગ થાય છે એની પણ માહિતી આપવામાં આવી હતી .વિદ્યાર્થીઓએ RJ અને એડિટરની સાથે live playback પણ જોયું હતું. વિવિધ પ્રશ્નોત્તરી કરી જરૂરી ઇન્ફોર્મેશન અને આનંદ મેળવ્યા હતા.
તારીખ 13/02/2024 ને મંગળવારે શાળામાં 94.3 MYFM ખાતેથી RJ પ્રતીક્ષા બેને શાળાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓને હાલના પ્રચલિત રેડિયો સ્ટેશનની કાર્યવિધિ જણાવી હતી. વિદ્યાર્થીઓને ઉત્સાહ ઉમંગભેર સમગ્ર પ્રશ્નોના જવાબો આપી સંતોષકારક અને આનંદિત વાતાવરણ RJ પ્રતીક્ષા બેન દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રાચીન સમયના અને હાલના સમયના રેડિયો સ્ટેશનના કાર્ય બાબત પ્રશ્નોત્તરી કરી હતી, રેડિયો સ્ટેશનની મુલાકાત બાબતે પોતાના પ્રતિભાવો જણાવ્યા હતા.