દેશની આઝાદી માટે અનેક બહાદુર જવાનો ભગતસિંહ, શિવરામ, રાજગુરુ સુખદેવે બલિદાન આપ્યા હતા. આ ત્રણ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે, ભારત દર વર્ષે 23 માર્ચે “શહીદ દિવસ “ મનાવવામાં આવે છે.
જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા જેમણે અંગ્રેજોની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ પ્રયત્ન કરતા હસતા હસતા દેશ માટે પ્રાણ ન્યૌછાવર કરી દીધા. તેમાથી જ ત્રણ પાક્કા ક્રાંતિકારી મિત્ર હતા શહીદ-એ-આઝમ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવ. આ ત્રણેયે પોતાના પ્રગતિશિલ અને ક્રાંતિકારી વિચારોથી ભારતના નૌજવાનોમાં સ્વતંત્રતા પ્રત્યે એવી દીવાનગી જન્માવી દીધી કે અંગ્રેજ સરકારને ભય લાગવા માંડ્યો હતો કે તેમને ક્યાક દેશ છોડીને ભાગી જવુ ન પડે. ત્રણેયએ બ્રિટિશ સરકારની નાકમાં એટલો દમ કરી નાખ્યો હતો જેના પરિણામસ્વરૂપ તેમની ધરપકડ કરવામાં આવી અને 24 માર્ચ 1931ના રોજ ત્રણેયને એક સાથે ફાંસી આપવાની સજા સંભળાવવામાં આવી. જેલમાં આ ત્રણેય પર અને સાથીયો પર અત્યાચાર કરવામાં આવ્યો. લાંબી ચાલેલી તેમની ભૂખ-હડતાલને તોડવા માટે અંગ્રેજોએ અમાનવીય યાતનાઓ આપી પણ તે નિષ્ફળ રહ્યા.
આ શહીદ દિન નિમિત્તે શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સર્વ વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષક મિત્રોએ બે મિનિટનું મૌન રાખી ક્રાંતિકારી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિદ્યાર્થીઓને ત્રણેય શહીદોના જીવન કવન વિશે તેમજ દિનચર્યા વિશેના ફોટોગ્રાફ અને વિડીયો બતાવી માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાન શ્રી દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓના કાર્યો અને દેશ સેવા બાબત વક્તવ્ય આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દ્વારા પણ વિદ્યાર્થીઓમાં દેશ સેવા જાગૃતિ અભિયાન વિષયક ચર્ચા કરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થીઓએ અંતઃકરણપૂર્વક શહીદો એ આપેલી દેશની કુરબાનીને અનુભવી હતી તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નાનકડી વયમાં જ દેશ પર જીવ કુર્બાન કરનારા આ ક્રાંતિકારી શહીદોને શત શત નમન…