વર્ષભરની મહેનત, વાંચન, પરીક્ષાઓ અને વિવિધ પ્રવૃત્તિઓ બાદ જ્યારે શાળાનું વાર્ષિક પરિણામ જાહેર થાય છે, ત્યારે દરેક વિદ્યાર્થી અને તેમના માતા-પિતા માટે તે ખાસ દિવસ બની જાય છે. પરિણામ માત્ર ગુણસાંખ્યાનો હિસાબ નથી, પણ તે એક વર્ષભરના જ્ઞાનપ્રાપ્તિના પ્રયત્નોની ઝાંખી છે.
કેટલાક વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરિણામ ઉત્સાહ અને ગર્વ લાવે છે, જ્યારે કેટલાક માટે એ થોડી નિરાશા પણ લાવે છે. પરંતુ આ બંને સ્થિતિમાં મહત્વપૂર્ણ છે – ભાવિ માટેનો દૃષ્ટિકોણ. પરિણામ આપણને બતાવે છે કે ક્યાં આપણે સારું કર્યું છે અને ક્યાં વધુ મહેનત કરવાની જરૂર છે. ગજેરા વિદ્યાભવન ઉત્રાણ શાળામાં તા.૦૨/૦૫/૨૦૨૫ ના રોજ વાર્ષિક પરિણામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯ અને ૧૧ (કોમર્સ / સાયન્સ) ના બાળકો માટે વાર્ષિક પરિણામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગજેરા વિદ્યાભવન, ઉત્રાણના પ્રાગણમાં બાળકો અને તેમના વાલીશ્રીઓ બહોળી સંખ્યામાં પરિણામ બાબતે ખુબજ ઉત્સુકતા જોવા મળી હતી. વિધાથીર્ઓ પોતાના પરિણામ બાબતે ઘણા આતુર હતા. વિદ્યાર્થીઓ સાથે વાલીશ્રીઓ પણ મોટી માત્રામાં જોડાઈને પોતાની જવાબદારી અદા કરી હતી. સ્વભાવિક રીતે વાલીશ્રીઓ વિદ્યાર્થીઓ સાથે ખુબ મોટી અપેક્ષાઓ સાથે શાળામાં પરિણામ માટે આવતા હોય છે.
શાળામાં પરિણામના આયોજન બાબતે જુદા જુદા વર્ગખંડોમાં બાળકોના વર્ગ શિક્ષકો દ્વારા અને શિક્ષકો દ્વારા સારું પરિણામ મેળવનાર હજુ પણ સારું પરિણામ મેળવવા બાબતે પોતાની કચાસોને કઈ રીતે દૂર કરી ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય તે માટે યોગ્ય માર્ગદર્શન આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ માટે પરિણામ તમારા સંપૂર્ણ પડકારોનો અંત નથી. હકારાત્મક દૃષ્ટિકોણ સાથે જો તમે તમારા ભુલોથી શીખો અને આગળ વધો, તો દરેક પરિણામ એક નવી સફળતાની શરૂઆત બની શકે છે. માતા-પિતાઓ માટે: બાળકોના પરિણામે નહીં, પણ તેમની મહેનત અને વૃદ્ધિ પર ધ્યાન આપો. ઉત્સાહ આપો, નહિ કે તુલનાએ દબાણ બનાવો.
શિક્ષકો માટે પરિણામ એ માત્ર સંખ્યા નથી – તે વિદ્યાર્થીઓની આંતરિક યાત્રાનો એક ભાગ છે. આગળની વર્ષમાં તેમને વધુ સારી દિશામાં માર્ગદર્શન આપવાની જવાબદારી તમારા પર છે. દરેક વર્ગ શિક્ષકો દ્વારા વાલીશ્રીઓ અને તેમના બાળકોને શૈક્ષણિક રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં બાળકની નિયમિતતા તેમજ બાળકમાં રહેલી સર્જનાત્મકતા વગેરે બાબતોથી વાલીશ્રીઓને લગભગ બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધીમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાનો પરિણામ અને સાથે સાથે પરિણામ મેળવી આવનારા નવા વર્ષના પ્રવેશપત્ર ભરીને નવા શૈક્ષણિક વર્ષ માટે પોતાનો પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. પોતાનું પરિણામ જોઈ ઘણા વિદ્યાર્થીઓ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. વાર્ષિક પરિણામ એક મૂલ્યાંકન છે, અંતિમ નિર્ણય નથી. તે એક તક છે – વિચારવાની, સુધારવાની અને નવી ઉંચાઈઓ તરફ આગળ વધવાની.