दीयों की रोशनी, पटाखों की आवाज़, खुशियों की बौछार,
अपनों का प्यार मुबारक हो आपको दिवाली का त्यौहार
માણસના જીવનમાં તહેવાર, જ્ઞાન, ધન અને પવિત્રતાનું આગવું મહત્ત્વ હોય છે. ગુજરાતમાં અનેક તહેવાર ઊજવવામાં આવે છે અને દરેક તહેવારનો અલગ જ મહિમા હોય છે . એવોજ એક ધાર્મિક તહેવાર એટલે દિવાળી . દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે.
દીપોત્સવી પર્વ રમા એકાદશીથી શરૂ કરીને લાભપાંચમ સુધી ઊજવવામાં આવે છે. દીપોત્સવી એ પ્રકાશનો, લક્ષ્મીના સ્વાગત અને આશીર્વાદ પ્રાપ્તિનો ઉત્સવ છે. ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષ અને ભાઈબીજના પર્વમાં લોકો ભારે ઉત્સાહ, ઉલ્લાસથી ઉજવણી કરી આનંદમંગલનું વાતાવરણ ઊભું કરે છે. દરેક શહેર અને ગામડાંઓ રોશનીથી ઝળહળી ઊઠે છે અને રાતે આકાશ આતશબાજીથી રંગબેરંગી બની જાય છે. સૌના ઘરના આંગણે રંગબેરંગી રંગોળી જોવા મળે છે. દીપોત્સવી પર્વમાં વાઘબારશ, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી, નૂતનવર્ષ, ભાઈબીજ અને લાભપાંચમના દિવસો વિવિધ મહત્તા ધરાવે છે .દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદ્ગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે. હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ મનાય છે. આ શબ્દ હિન્દીમાં દિવાલી અને નેપાળીમાં દીપાવલી કહેવાય છે, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ દિવાળી શબ્દ તેના મૂળ સ્વરૂપે જળવાઈ રહેલ છે. દિવાળીની ઉજવણી નિમિત્તે લોકો મીઠાઈઓ ખાય અને ખવડાવે છે તેમજ આ દિવસની રાત્રે વિવિધ પ્રકારના ફટાકડાં ફોડીને આતશબાજી કરે છે.
તો આવા જ દિવાળી પર્વને વધુ યાદગાર બનાવવા
માટે અમારી શાળા ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ધોરણ 1
થી 4 માં દિવાળી કાર્ડ મેકિંગ
અને દિવા ડેકોરેશન તેમજ 5 થી 8માં રંગોળી બનાવી દિવાળી પર્વની
ઉજવણી કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો .