“શિક્ષક અને વાલી વચ્ચે આત્મીયતા “

”           ” શિક્ષણ એક જીવંત ક્ષણ નું જ્ઞાન પૂરું કરે છે ,

                જે દરેક ચિંતન અને અનુભવોને શીખવાની શક્તિ આપે છે. “

         શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે જે નિઃસંદેહ છે.પરંતુ કોઈપણ યુગમાં જીવનમાં સુખ શાંતિ અને સફળતા માટે ચારિત્ર એ પાયાનું પરિબળ છે.ખરેખર તો શિક્ષણનો અને માનવ જીવનનો મુખ્ય હેતુ શ્રેષ્ઠતમ ચારિત્ર્યતમ નિર્માણ છે.અણઘડ પથ્થરમાંથી માનવને શ્રેષ્ઠ  મૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે.પરંતુ આજના યુગના શિક્ષણ સામેની એક મોટી ફરિયાદ એ છે કે તે માત્ર ને માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે જીવન જીવવા માટેનું વાસ્તવિક પ્રશિક્ષણ આપી શકતું નથી , એટલે બાળકના જીવન ઘડતરનો પ્રશ્ન વાલી માટે વધુને વધુ વિકરાળ બનતો જાય છે.

 

          શિક્ષકના વાલી સાથે હકારાત્મક કે નકારાત્મક વર્તનની અસર બાળકના શિક્ષણ સાથેના વર્તનમાં પણ ડોકાય છે.જો શિક્ષક અને વાલીની જો અહમ ભૂમિકા ન હોય તો શિક્ષણ નિષ્ફળ જાય છે.આજે શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ માટે બધા જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે.બાળકના સર્વાંગી વિકાસ માટે એક વાલી તરીકે તેના શિક્ષક સાથેનો વાર્તાલાપ જરૂરી બને છે .

     ” જીવનનું સાચું શિક્ષણ આપતો ત્રિવેણી સંગમ એટલે શિક્ષક | , વાલી અને વિદ્યાર્થી . “

              આ સંગમમાં ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે  , તેમજ ત્રણેય સ્વસ્થ સમાજના મુખ્ય પાયા છે.

       શિક્ષક અને વાલી બંનેના સહકારથી જ બાળકનું ભવિષ્ય બનશે .આજનો જમાનો ફક્ત હરીફાઈ નો જમાનો થઈ ગયો છે. આજે ભણતરને હરીફાઈમાં ફેરવ્યું છે . બાળક ને આવડે કે ન આવડે પરંતુ પ્રથમ ક્રમ લાવવો એવું વાલી ઓ ઈચ્છે છે . પરંતુ બાળકના અભ્યાસમાં જેટલા શિક્ષકનો ફાળો છે . એટલો જ વાલીનો હોવો જરૂરી છે શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં બાળક જ છે . જેના સર્વાંગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે . શાળા અને કુટુંબ ભલે એકબીજાથી ભૌગોલિક અંતર ધરાવે, પણ ઉત્તમ નાગરિકોના નિર્માણમાં બંનેના વિચારો , પ્રવૃત્તિઓ વચ્ચેનું અંતર ન્યુનતમ રહે એ જ આદર્શ સ્થિતિ છે.

                આમ આજરોજ વાલી મીટીંગમાં શિક્ષક અને વાલીઓના સુમેળ ભર્યા સંબંધ જોવા મળ્યા. બાળકો નો સર્વાંગી વિકાસ તેના ઘડતર તથા આસપાસના વાતાવરણમાંથી જ મળે છે , પરંતુ બાળકને જરૂરી માર્ગદર્શન પણ શાળાના શિક્ષકો પાસેથી જ મળી રહે છે . તેથી શાળામાં વાલી મીટીંગમાં હાજરી આપવી ખૂબ જ જરૂરી છે .

        શિક્ષકો દ્વારા તમારા બાળકોની શિક્ષણ અંગેની જરૂરી માહિતી તમારા સુધી પહોંચી શકે અને તમે પણ એ બાળકની અભ્યાસની માહિતીથી પરિચિત રહો તેમજ એ બાળકમાં કંઈકને કંઈક ઉણ૫ હોય તો તેનું પણ શિક્ષક સાથેના વાર્તાલાપમાં નિરાકરણ લાવી શકો છો .

             આમ , આજરોજ તા : 7 / 12 / 24 ના રોજ ગજેરા વિદ્યાભવન ઉત્રાણ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે બાળકમાં રહેલા સારા નરસા પાસા ઓની વાલીશ્રી તથા શિક્ષકશ્રી સાથે ચર્ચા – વિચારણા થાય તે અંગે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું . આ વાલી મીટીંગ માં દરેક વાલીશ્રીઓ એ સંપૂર્ણ  હાજરી આપી હતી . તેમજ આ મિટિંગમાં તેમનો ખૂબ જ સારો સહકાર મળ્યો હતો .

     આમ , શિક્ષકો દ્વારા વાલી મીટીંગ નું કાર્ય ખૂબ જ શાંતિપૂર્વક સંપન્ન થયું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *