શિક્ષક કેવા હોવા જોઈએ ?

           હરે કૃષ્ણ એમ તો આપણે બધા શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસ પ્રભુજી થી પરિચિત છીએ પણ છતાંય હું એમનો પરિચય ટૂંકમાં કરાવું.ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજી જેવો મૂળ સૌરાષ્ટ્રથી છે ગઢડા તાલુકાના પીપળ ગામ થી છે અનેતેઓ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ સાથે 18 વર્ષથી જોડાયેલા છે  એમણે શીલ પ્રભુપાદજીનો આશ્રય લઈ એમને એમના જીવનને પ્રચારની અંદર સમર્પિત કર્યા વર્તમાન સમયમાં તેઓ સુરત શહેરની અંદર રહી અનેક અનેક ક્ષેત્રોમાં પ્રચાર – પ્રસાર કરી રહ્યા છે 2000થી વધારે હરિભક્તો તેમની સાથે સંકળાયેલા છે અને 200 થી વધારે દીક્ષિત ભક્તો એમની સાથે છે અને નવ મંદિર નિર્માણ માં એમના પ્રયાસો પણ ચાલી રહ્યા છે અને તેઓ પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજના કૃપાપાત્ર શિષ્ય છે જેમ કે એમની કૃપાથી તેઓ શ્રીમદ્ ભગવતગીતા , ગીતાકોર્સ , રામાયણ જેવા અનેક અનેક શાસ્ત્રોના પ્રસંગો ઉપર તેઓ કથા કરી રહ્યા છે.

        પૈસા, પ્રતિષ્ઠા, આરોગ્ય અથવા તો જીવન ગુમાવવું એ મોટું નુકસાન નથી પણ કોઈનો વિશ્વાસ ગુમાવી દેવો આ સૌથી મોટું નુકસાન છે. ‘ગુરુ એટલે અંધકાર-અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર. – ગુરૂ આપણા જીનવમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે. – કહેવાય છે કે “ગુરુ વિના જ્ઞાન નહીં” અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે.

       ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે તારીખ 10/02/2024 ના રોજ શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું .આ સેમિનાર ઇસ્કોન મંદિર જહાંગીરપુરાના પ્રભુજી શ્રીમાન ચંદ્ર ગોવિંદ દાસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સેમીનારનો વિષય હતો ‘શિક્ષક કેવા હોવા જોઈએ’. આ સેમિનારમાં શિક્ષકોની સાચી લાક્ષણિકતાઓને પ્રભુજીએ વિગતવાર જણાવી હતી.

શ્રીમાન ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજીએ સેમિનાર દરમિયાન જણાવ્યું હતું કે…..

  1. શિક્ષક ચારિત્રવાન હોવો જોઈએ 2.શિક્ષક નશા યુક્ત ચીજો અને દુષ્કર્મ થી હંમેશા દૂર રહેતો હોવો જોઈએ 3. આધુનિક સાથે આધ્યાત્મિક થઈ દરેક શિક્ષક પોતાનું શિક્ષણ કાર્ય કરે તો શ્રેષ્ઠ જીવન તરફ દરેક વિદ્યાર્થીને પ્રયાણ કરાવી શકે
  2. શિક્ષકે વિદ્યાર્થી ચેતના બદલાવવા ઉદાહરણરૂપ પ્રયત્નો કરવા જોઈએ. 5.શિક્ષકે નાસ્તિકતાને આસ્તિકતામાં ફેરવી આધ્યાત્મિક અને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવું જોઈએ
  3. આનંદ સ્વરૂપને ભગવાન રૂપ માનીને શિક્ષકે ભચવા જોઈએ અને વિદ્યાર્થીઓને પણ તેનાથી માહિતગાર કરવા જોઈએ.
  4. આપણે જે નથી જોયું તેનો મતલબ એવો નથી કે તે નથી. તેવી જ રીતે જ્ઞાન અને ભગવાન એ ન દેખાતા હોવા છતાં અનુભવની ચીજ છે એવો અનુભવ વિદ્યાર્થીઓને પણ કરાવવો જોઈએ.
  5. તેમણે વિશેષમાં કહ્યું હતું કે શિક્ષકનો સ્વભાવ કેવો હોવો જોઈએ .શિક્ષકે વિદ્યાર્થી પ્રત્યે અનુશાસનમાં કઠોરતા અને પાલન વ્યવહારમાં હૂંફ જાળવવી જોઈએ. શિક્ષક ઉદાર સ્વભાવના હોવા જોઈએ.
  6. શિક્ષક શસ્ત્રો સાથે શાસ્ત્ર જ્ઞાન આપનારા પણ હોવા જોઈએ.

       તેમણે કહ્યું હતું કોઈપણ વચન ખરાબ નથી પણ તેની ઉપયોગીતા એ સિદ્ધાંત સ્વરૂપ છે. અંતે તેમણે જણાવ્યું હતું કે જેણે પોતાના મનને સંયમિત કર્યું છે તે શિક્ષક વિદ્યાર્થીને જરૂરથી સન્માર્ગે લઈ જશે. શિક્ષકોની પ્રશ્નોત્તરી સાથે આ સેમિનારનું સમાપન કરવામાં આવ્યું હતું. શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા હોવી જોઈએ. શિક્ષક જો ભ્રષ્ટ હશે તો જગત આખું ભ્રષ્ટ થશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *