કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ જે તે દેશના નાગરિકોને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. આ સાથે તેઓ એ પણ જણાવે છે કે, કેવી રીતે સાચા-ખોટાની પરીક્ષા કરવી. આ રીતે, વ્યક્તિના પ્રથમ ગુરુને તેની માતા કહેવામાં આવે છે, જ્યારે શિક્ષક તેને સાંસારિક અનુભૂતિ મેળવવા માટે એટલે કે જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપે છે.
1962 માં, જ્યારે તેમણે ભારતના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું, ત્યારે તેમના કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રો તેમની પાસે પહોંચ્યા અને તેમને તેમના જન્મદિવસની ઉજવણી કરવાની મંજૂરી આપવા વિનંતી કરી. તેણે જવાબ આપ્યો કે મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે, જો આ 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે તો તે મારા માટે ગૌરવપૂર્ણ લ્હાવો હશે. ત્યારથી, શિક્ષક દિવસ તેમની જન્મજયંતિ એટલે કે ૫ સપ્ટેમ્બરે ઉજવવાનું શરૂ થયું.
વર્તમાન સમયમાં બાળકો સર્વાંગી વિકાસએ સમાજની તાતી જરૂરીયાત મુજબ ગજેરા વિદ્યાભવન પણ બાળકોનાં સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ પ્રયાસ માટે હંમેશા તત્પર રહે ત્યારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ એક શિક્ષક તરીકે ફરજ બજાવી જેમાં ધોરણ ૮ થી ૧૨ ( કોમર્સ/સાયન્સ) નાં વિદ્યાર્થીએ
- મોબાઈલનાં લાભાલાભ
- સ્વયં શિસ્ત
- શિક્ષણમાં ટેકનોલોજીનું મહત્વ
- AI ટેકનોલોજી
- વિજ્ઞાન અને ધર્મનો સમનવ્ય
- સંસ્કારનું જીવનમાં મહત્વ
- માતૃભાષાનું ગૌરવ
- ભગવતગીતાનું વાંચન
- ક્રાંતિકારીઓ ઉમદા કાર્ય
ઉપરોકત વિષયોનું શિક્ષણ ખુબ જ રસપ્રદ વર્ગકાર્યથી ભણાવ્યા. ઉપરાંત શિક્ષકદિનમાં ભાગ લેનાર વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા બદલ શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
શિક્ષકો વિષે સરસ વાતો કરી છે. તેમાં એક હૃદયસ્પર્શી વાક્ય હતું ‘કણ કણ વાવે તે કિસાન અને ક્ષણ ક્ષણ વાવે તે શિક્ષક.’ આ બંનેના કર્મોને તેમણે કૃષિકર્મ અને ઋષિકર્મ તરીકે સંબોધ્યા છે. એક શિક્ષક વર્ગખંડમાં જે સમય આપે છે તેને એ કદી પાછો મેળવી શકશે નહિ. કિસાન કણ કણ વાવે તેનાથી આપણો દેહ બને છે. શિક્ષક પોતાની ક્ષણ ક્ષણ વાવીને આ દેહમાંથી માનવનું નિર્માણ કરે છે. પુસ્તક વાંચીને વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરતા સમજાયું કે આજે વિષય ભણાવે તેવા નહિ, વિદ્યાર્થીને ભણાવે તેવા શિક્ષકોની જરૂર છે.
આજરોજ તા. ૦૫/૦૯/૨૦૨૩, મંગળવારના રોજ શિક્ષકદિન નિમિતે ગજેરા વિદ્યાભવન, ઉત્રાણની અંદર વર્તમાન શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે તેમની અંદર રહેલા સદગુણો પ્રમાણપત્ર દ્વારા જણાવી અને પ્રશંશનીય કામગીરી કરેલ છે ત્યારબાદ આ કાર્યક્રમની અંદર શાળાના આચાર્યશ્રી અને ઉપાચાર્યશ્રીએ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીને શિક્ષકને સંબોધતા કેટલાક પોતાના અંગત વિચારો પણ રજૂ કરી અને શિક્ષકનું મહત્વ સમજાવ્યું.