“શિક્ષક એ દીવો છે જે પોતે બળીને અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. ”
દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું સ્થાન ખૂબ જ વિશેષ હોય છે. માતા પિતા પછી જો આપણને સાચો માર્ગદર્શન કરે છે તો એક શિક્ષક જ છેશિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી તેઓ જીવન જીવવાની કળા પણ શીખવે છે .
માનવ જીવનમાં શિક્ષકનું સ્થાન ખૂબ મહાન છે. માતા પિતા આપણ ને જન્મ આપે છે , પરંતુ સાચા અર્થમાં જ્ઞાનનો પ્રકાશ આપનાર ગુરુ છે. ગુરુ વગર જીવન અધુરું છે . આપણા સંસ્કૃતિમાં ગુરુ ને ઈશ્વર થી પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન તત્વચિંતક, શિક્ષણ વિદ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મ દિવસ ને સમર્પિત છે. જ્યારે તેમના શિષ્યોએ જન્મ દિવસ ઉજવવા માટે વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું,
” જો તમે મારા જન્મદિવસ ને ખાસ બનાવવો હોય તો તેને શિક્ષક દિવસ તરીકે ઊજવો. “
શિક્ષક વગર નું સમાજ કદી પ્રગતિ કરી શકતું નથી. શિક્ષકના કારણે જ દેશના વૈજ્ઞાનિક, ઇજનેર, કલાકાર, નેતા અને વિચારો જન્મે છે .
આજના સમયમાં ઓનલાઇન શિક્ષણ, સ્માર્ટ ક્લાસ, ડિજિટલ પ્લેટફોર્મ કાલે આવવાના છે આવી ગયા છે, પરંતુ શિક્ષકનું મહત્વ કદી ઘટી શકે નહીં. ટેકનોલોજી સાધન છે, પણ શિક્ષક માર્ગદર્શક છે.
આ દિવસ ઉજવવાનો હેતુ એ છે કે આપણે આપણા શિક્ષકોને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ કરી શકીએ અને તેમના યોગદાન ને યાદ કરી શકીએ.વિદ્યાર્થી જીવનમાં શિક્ષકનું સ્થાન કદી ભુલાઈ શકતું નથી .
આજરોજ અમારી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા અને શિક્ષકની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી હતી .તેઓ ભવિષ્યના શિક્ષક બનેએ રીતે પોતાની ફરજ નિભાવી હતી .ખૂબ જ ખુશીથી એમણે પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપ્યું હતું .અંતે તેમણે શિક્ષક બનવાના અનુભવો વિશેની પણ ખૂબ જ સરસ વાતો કરી હતી .